Home /News /kutchh-saurastra /રાજકોટમાં વર્ના કાર ધડાકાભેર અથડાઈને ક્રેટા કારને હવામાં ફંગોળી, જુઓ Accident Live Video

રાજકોટમાં વર્ના કાર ધડાકાભેર અથડાઈને ક્રેટા કારને હવામાં ફંગોળી, જુઓ Accident Live Video

સીસીટીવી પરથી તસવીર

Rajot Accident Video: રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ (University road) પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર 5માં બે કાર ધડાકાભેર અથડાતા અકસ્માતનો (Accident) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) વધુ એક વખત પુરપાટ ઝડપે કાર દોડાવતા અકસ્માતનો (Accident) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ (University road) પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર 5માં બે કાર ધડાકાભેર અથડાતા અકસ્માતનો (Accident) બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ (cctv footage) પણ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 11 ફેબ્રુઆરી 2022ના રોજ બપોરના અરસામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા અર્ચના પાર્ક શેરી નંબર 5માં અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. વર્ના કાર અને creta કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.

આ પણ વાંચોઃ-Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

સમગ્ર ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ (social media viral video) રહ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સફેદ કલરની વરના કાર દ્વારા બ્લેક કલરની creta કાર ને અડફેટે લેવામાં આવે છે. જેના કારણે થોડી ક્ષણ માટે ક્રેટા કાર થોડી ક્ષણો માટે પલટી પણ ખાય છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ક્રેટા કારની સ્પીડ ધીમી જણાઈ રહી છે જ્યારે કે સફેદ કલરની વરના કાર પૂરપાટ ઝડપે શેરી માંથી પસાર થઇ રહી છે.

આ પણ વાંચોઃ-Surat: લૂંટનો Live video, તમંચાની અણીએ લૂંટારુઓએ દુકાનદાર પાસેથી રૂ.30 હજાર લૂંટી લીધા

બંને કાર ધડાકાભેર અથડાતા આસપાસના રહીશો થોડી ક્ષણો માટે પોતાના ઘરની બહાર દોડી આવે છે. અકસ્માતનો બનાવ સામે આવતા બંને કાર ચાલકો વચ્ચે બોલાચાલી પણ થાય છે. જોકે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.



ત્યારે આ સમગ્ર મામલે સમાધાન થશે કે પછી પોલીસ ફરિયાદ નોંધાશે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો બંને મોંઘીદાટ કાર ના અકસ્માતનો બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. તેમજ ઘટનાના સીસીટીવી પણ હાલ જોરશોરથી વાયરલ થઇ રહ્યા છે.
Published by:ankit patel
First published:

Tags: Car Accident CCTV, Crime news, Gujarati news, Rajkot News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन