રાજકોટ : છ દિવસમાં કોરોનાથી 89 લોકોનાં મોત, સાજા થયેલા લોકોને પ્લાઝમાં ડૉનેટ કરવાની અપીલ


Updated: August 14, 2020, 11:14 AM IST
રાજકોટ : છ દિવસમાં કોરોનાથી 89 લોકોનાં મોત, સાજા થયેલા લોકોને પ્લાઝમાં ડૉનેટ કરવાની અપીલ
પ્રતિકાત્મક તસવીર

89 પૈકી ઘણા દર્દીઓ એવા પણ છે કે જેમનો રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં કોરોના વાઇરસ (Rajkot Coronavirus Cases)ના કારણે મૃત્યુઅંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે સવાર સુધીમાં 19 દર્દીઓનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જે 19 દર્દીઓ પૈકી 18 દર્દીઓના મૃત્યુ સિવિલ હૉસ્પિટલ (Rajkot Civil Hospital)માં, જ્યારે કે એક દર્દીનું મૃત્યુ ખાનગી હોસ્પિટલમાં થયું છે. છેલ્લા છ દિવસની વાત કરવામાં આવે તો રાજકોટ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભર (Saurashtra Region)ના 89 દર્દીઓનાં મૃત્યુ કોરોનાને કારણે થયા છે. જોકે, 89 પૈકી ઘણા દર્દીઓ એવા પણ છે કે જેમનો રિપોર્ટ આવે તે પહેલાં જ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ત્યારે સતત વધતો મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય છે.

હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. આ સમયે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને કોરોનાથી જે દર્દીઓ સાજા થઈ ગયા છે તેઓને પ્લાઝમા ડૉનેટ કરવાની અપીલ કરી છે. આમ જનતા પણ પ્લાઝમા ડોનેટ કરે તે હેતુથી ખુદ એડિશનલ કલેકટર કક્ષાના અધિકારી દ્વારા પણ પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા છે. (આ પણ વાંચો : કોરોના સામે ફાઇટ : રાજ્યમાં પ્લાઝમાં ડૉનેટ કરવામાં સુરત અવ્વલ, બે ખાનગી લેબને પણ મંજૂરી )



તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ એવા નદીમ નામના વ્યક્તિએ પોતાનો પ્લાઝમા ડોનેટ કર્યું છે. બીજી તરફ આમ લોકો પણ વધુમાં વધુ પ્લાઝમા ડોનેટ કરે તે હેતુથી હવે એડિશનલ કલેકટર કક્ષાના અધિકારી પણ પ્લાઝમા ડોનેટ કરવા મેદાને આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પંકજ ઓંધિયાએ જણાવ્યું હતું કે, "હું થોડા દિવસો પહેલા જ કોરોના સંક્રમિત થયો હતો. ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ હું કોરોના સામે જંગ જીત્યો છું. ત્યારે હવે મારા શરીરમાં બનેલી એન્ટીબોડી કોઈ બીજાને કામ લાગે તે હેતુથી મેં પ્લાઝમા ડોનેટ કર્યું છે."

(આ પણ વાંચો : રાજ્યના 141 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ; એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી)

શું છે પ્લાઝમા થેરાપી?જે પણ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થાય છે તે વ્યક્તિમાં તેની ઇમ્યુનિટી સિસ્ટમમાં કોરોના વાયરસથી લડતાં લડતાં એક એન્ટીબોડી તેના શરીરમાં તૈયાર થઈ જાય છે. આ જ એન્ટીબોડી મારફતે વ્યક્તિ જ્યારે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે તેના 28 દિવસ બાદ તેના શરીરમાંથી પ્લાઝમા લઇ અન્ય કોરોના પોઝિટિવ દર્દીને તે પ્લાઝમા થેરાપી આપી શકાય છે. જેથી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય. કોરોના વાયરસથી સંક્રમિત થયેલ દર્દી સ્વસ્થ થઈ પ્લાઝમા ડોનેટ કરવા માંગે છે ત્યારે સૌ પ્રથમ તેના ચાર પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં બ્લડ કાઉન્ટ, ઇન્ફેક્શિયસ ડીસિઝ કાઉન્ટ અને એન્ટીબોડી ટેસ્ટ પણ કરવામાં આવે છે. તમામ સ્વસ્થ થયેલા દર્દીઓ પ્લાઝમા ડોનેટ કરે તેવી અપીલ ખુદ ન્યૂઝ18 ગુજરાતી પણ કરી રહ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: August 14, 2020, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading