Home /News /kutchh-saurastra /વાંકાનેર : ત્યજી દેવાયેલી બાળકી મળી, માતા પર વરસી ફિટકાર

વાંકાનેર : ત્યજી દેવાયેલી બાળકી મળી, માતા પર વરસી ફિટકાર

મળી આવેલી બાળકી

પોલીસ અને 108 તાત્કાલિક સ્થળ પર પહોંચી, બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની દેખરેખમાં સોંપવામાં આવી છે.

    અતુલ જોશી, મોરબી : વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાંથી સોમવારે સવારે એક તાજી જન્મેલી તરછોડાયેલી બાળકી મળી આવી હતી. ગ્રામજનોએ આ બાળકીને વ્હાલથી સાચવી રાખીને 108ને તેમજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

    108ની ટીમ અને પોલીસે પહોંચી ગામ ખાતે પહોંચીને તરછોડાયેલી બાળકીનું પ્રાથમિક ચેકઅપ કરતા બાળકી સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવાં મળ્યું હતું. બાદમાં આ બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની દેખરેખમાં સોંપી આપવામાં આવી છે.

    તરછોડાયેલી બાળકી અંગે જો કોઈ વ્યક્તિ કંઈ જાણતા હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ બી.ડી પરમારના મો.નં. 9979497020 પર સંપર્ક કરવા અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન 02828 220665 પર માહિતી આપવા અનુરોધ કરાયો છે. વાંકાનેર પોલીસે સરપંચની ફરિયાદના આધારે બાળાને તરછોડી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: 108 ambulance, Child, New born baby, Wankaner, માતા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन