Home /News /kutchh-saurastra /

Rajkot: પ્રાથમિક શાળાઓના પરીક્ષા પેપરની ચોરીનો મામલે આપ દ્વારા શિક્ષણમંત્રીનાં રાજીનામાની માંગ

Rajkot: પ્રાથમિક શાળાઓના પરીક્ષા પેપરની ચોરીનો મામલે આપ દ્વારા શિક્ષણમંત્રીનાં રાજીનામાની માંગ

પ્રાથમિક શાળાઓના પરીક્ષા પેપરની ચોરીનો મામલે આપ દ્વારા શિક્ષણમંત્રીનાં રાજીનામાની માંગ

ભાવનગર જિલ્લા (Bhavnagar) ના તળાજા તાલુકા (Talaja) ના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી (Elementary school) ધોરણ 6, 7 અને 8ની પરીક્ષાના પેપરોની ચોરી (Theft of papers) થયાની ઘટના સામે આવી છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: ગઈકાલે રાત્રે ભાવનગર જિલ્લા (Bhavnagar) ના તળાજા તાલુકા (Talaja) ના નેસવડ ગામની પ્રાથમિક શાળામાંથી (Elementary school) ધોરણ 6, 7 અને 8ની પરીક્ષાના પેપરોની ચોરી (Theft of papers) થયાની ઘટના સામે આવી છે, ઘટનાને પગલે હાલ પોલીસ તપાસનો (Police investigation) ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના રાજકોટ (Rajkot) શહેર પ્રમુખ, દ્વારા ગુજરાતનું શિક્ષણ ઉપરાંત શિક્ષણમંત્રી (Education Minister) નિષ્ફળ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના (Education Minister Jitu Vaghani) રાજીનામાંની માંગ (Demand for resignation) પણ કરવામાં આવી છે.

    આ ઉપરાંત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ એ જણાવ્યું હતું કે, ભાવનગર જીલ્લો ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો જિલ્લો છે. શિક્ષણમંત્રીના જિલ્લામાં જો ધોરણ 6, 7 અને 8 જેવી પ્રાથમિક લેવલની પરીક્ષાના પેપર સલામત ન હોય, પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ પણ સલામત રીતે ન કરાવી શકાતી હોય તો, 27 વર્ષના શાસન પછી ગુજરાતનું શિક્ષણ મોડલ અને ગુજરાતના શિક્ષણ મંત્રી બંને નિષ્ફળ છે.

    આ પણ વાંચો: કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કહ્યું 'અમે રામના ભક્ત,' દિલ ખોલીને BJPના કર્યા વખાણ

    જેમનો દીકરો જ પરીક્ષામાં ચોરી કરતો પકડાયો હોય આમ છતાં બેશર્મ બનીને લોકોને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ન ગમતી હોય તો 'ગુજરાત છોડી દો જતા રયો' નિવેદન આપનાર શિક્ષણ મંત્રી ધોરણ 6, 7 અને 8ની પરીક્ષા પણ સલામત રીતે ન કરાવી શકતા નથી. હવે આમ આદમી પાર્ટીની અને ગુજરાતની જનતાની એવી માંગ છે કે રાજ્યનાં શિક્ષણમંત્રીએ તેમનું પદ છોડીને જતું રહેવું જોઈએ કે નહીં ? આમ આદમી પાર્ટી માંગ કરે છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી રાજીનામું આપે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jituvaghani, Rajkot city, આપ પાર્ટી, રાજકોટ

    આગામી સમાચાર