રાજકોટની કરુણ ઘટના! 'પપ્પા તો દુકાને જ છે', lockdow પછી ધંધો જામતો ન હોવાથી યુવકે દુકાનમાં જ કર્યો આપઘાત

રાજકોટની કરુણ ઘટના! 'પપ્પા તો દુકાને જ છે', lockdow પછી ધંધો જામતો ન હોવાથી યુવકે દુકાનમાં જ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

સવારે તેઓ દૂકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. શટર ખોલીને તપાસ કરતાં મુકેશભાઇ લટકતા મળ્યા હતાં.

  • Share this:
રાજકોટઃ કોરોનાનું (coronavirus) સંક્રમણ વધતા દેશમાં લોકડાઉન (lockdown)કરવામાં આવ્યું હતું. જે બાદ અનલોક થતા મંદીનો માહોલ સર્જાયો હતો. જોકે અનલોક (unlock) દરમિયાન ધંધા રોજગારમાં મંદી આવતા અનેક લોકોએ આપઘાત (suicide) કર્યાના કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કુવાડવા રોડ શિવનગર-12માં રહેતાં અને નવાગામમાં દરજી કામની (Tailor work) દૂકાન ધરાવતાં મુકેશભાઇ ગોપાલભાઇ રાઠોડએ પોતાની જ દૂકાનમાં પંખામાં કાપડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

લોકડાઉન પછી ધંધો જામતો ન હોઇ તેની ચિંતામાં પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. સવારે તેઓ દૂકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. દરમિયાન એક ગ્રાહક દૂકાને આવતાં શટર બંધ દેખાતાં બાજુમાં પુછતાં બાજુની દૂકાનવાળાએ ફોન જોડતાં આ ફોન મુકેશભાઇના દિકરાએ કે જે ઘરે હતો તેણે રિસીવ કર્યો હતો અને પપ્પા તો દૂકાને જ છે. તેમ કહેતાં શટર ખોલીને તપાસ કરતાં મુકેશભાઇ લટકતા મળ્યા હતાં.કુવાડવાના એએસઆઇ એન.આર.વાણીયા અને જયદિપભાઇ લાઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.જે રીતે unlock 1થી 5માં તબક્કાવાર ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઘણા બધા ક્ષેત્રોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! લગ્ન બાદ સાસરી જવા માટે કારમાં બેઠી હતી દુલ્હન, પછી એવું થયું કે દલ્હન લીધા વગર પાછી ફરી જાન

અને ખાસ કરીને નાના ધંધાર્થીઓ ને વધુ મુશ્કેલીઓ માર સહન કરવો પડ્યો હતો જોકે રાજકોટમાં જ અત્યાર સુધીમાં મંદીને કારણે ચારથી પાંચ ધંધાર્થીઓએ આપઘાત કર્યા હોવાના બનાવો સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી

જ્યારે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. નવાગામમાં દરજી કામની દૂકાન ધરાવતાં મુકેશભાઇ ગોપાલભાઇ રાઠોડએ પોતાની જ દૂકાનમાં પંખામાં કાપડ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.લોકડાઉન પછી ધંધો જામતો ન હોઇ તેની ચિંતામાં પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. હાલતો સમગ્ર મામલે પોલીસે પરિવારજનો તેમજ આસપાસની દુકાનધારકોના નિવેદનો લઇ હકીકત જાણવા કાર્યાવહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:December 03, 2020, 22:59 pm

टॉप स्टोरीज