રાજકોટમાં યુવકને ડીજે વગાડવું પડ્યું ભારે, અગાસીના બદલે ચડવા પડ્યા પોલીસ સ્ટેશનના પગથિયાં

રાજકોટમાં યુવકને ડીજે વગાડવું પડ્યું ભારે, અગાસીના બદલે ચડવા પડ્યા પોલીસ સ્ટેશનના પગથિયાં
આરોપીની તસવીર

ઉતરાયણના પર્વ પર અગાસીએ ડીજે વગનારા રમેશ ભરાડા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

  • Share this:
રાજકોટઃ આજરોજ રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાતભરમાં મકરસંક્રાંતિ (Makarsankranti) એટલે કે ઉત્તરાયણના (Uttarayan 2021) તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી લોકો પોતાના ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે તો સાથે જ ચીકી જીંજરા શેરડી તેમજ ઊંધિયાની મોજ પણ મળી રહ્યા છે.  ત્યારે ચાલુ વર્ષે કોરોના (corona pandemic) મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા ઉતરાયણના પર્વને લઇને એક માર્ગદર્શિકા (corona guideline) પણ જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણનો તહેવાર પોતાના પરિવાર સાથે જવાનો હતો. તેમજ સોસાયટીઓમાં મેળાવડા કરવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તેમજ લાઉડ સ્પીકર વગાડવા તેમજ ડીજે વગાડવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં રાજકોટ શહેરના ભક્તિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉતરાયણના પર્વ પર અગાસીએ ડીજે વગનારા રમેશ ભરાડા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. ઝાલાએ જણાવ્યું હતું.તો બીજી તરફ રાજકોટ શહેરમાં ઉતરાયણનો તહેવાર લોહિયાળ બન્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી જીએસપીસી ગેસની ઓફીસની બહાર પતંગની દોરી યુવકને ગળાના ભાગે લાગતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાહ દારીઓએ 108ને ફોન કરીને જાણ કરી હતી. પરંતુ 108 સમયસર ન પહોંચતાં રાહદારીઓએ ઈજાગ્રસ્ત થયેલ યુવકને હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

આ પણ વાંચોઃ-

આજ રોજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઉતરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ ખાતે જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા પણ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-

ત્યારે ન્યૂઝ18 ગુજરાતી માધ્યમથી કિર્તીદાન ગઢવી અને તેના પત્ની સોનલ ગઢવી પોતાના સૂરો રેલાવ્યા હતા. ત્યારે કિર્તીદાન ગઢવી ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું દર વર્ષે મારા ગામે ઉત્તરાયણના તહેવારની મજા માણતો હોઉં છું પરંતુ ચાલુ વર્ષે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ રાજકોટ રહીને જ મારા પરિવાર સાથે ઉતરાયણની મોજ માણી રહ્યો છું.ચાલુ વર્ષે કોરોના મહામારીનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરના મધુવન પાર્ક સોસાયટીમાં યુવાનો અને યુવતીઓ PPE કીટ પહેરીને મકરસંક્રાંતિની ઉજવણી કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા સમગ્ર દેશભરમાં 16મી જાન્યુઆરીથી શરૂ થવાની છે.
Published by:ankit patel
First published:January 14, 2021, 16:24 pm

ટૉપ ન્યૂઝ