રાજકોટ: 5 રૂપિયા માટે તરૂણે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો, 'મોટાબાપાએ બંને ભાઈને રૂ. 5-5 વાપરવા આપ્યા અને...'

News18 Gujarati
Updated: October 11, 2020, 8:21 PM IST
રાજકોટ: 5 રૂપિયા માટે તરૂણે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો, 'મોટાબાપાએ બંને ભાઈને રૂ. 5-5 વાપરવા આપ્યા અને...'
પ્રતિકાત્મક તસવીર

પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ દર્શન ગીરીએ ગળાફાંસો ખાઇ લીધો હતો.

  • Share this:
રાજકોટ : શહેરમાં દિવસે અને દિવસે આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં માત્ર 48 કલાકની અંદર જ આપઘાતના ત્રણ જ્યારે કે આત્મહત્યાની કોશિશનો એક બનાવ સામે આવ્યો છે.
માર્ચ મહિના બાદ રાજકોટ શહેરમાં કોરોના મહામારી ના કારણે આર્થિક સંકળામણનો ભોગ બનેલા અનેક લોકોએ આપઘાત કરી પોતાનું જીવન સંકેલ્યું છે. ત્યારે રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં માત્ર પાંચ રૂપિયા વાપરવા નહીં મળતાં એક તરુણ એ આપઘાત કરી લીધો છે.

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરુણે તેના ઘરે ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટની આજીડેમ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતક તરુણના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તરુણ ના મોટા બાપુએ બંને ભાઈઓને પાંચ પાંચ રૂપિયા વાપરવા આપ્યા હતા જે રૂપિયા મૃતકના નાના ભાઈને આપવામાં આવ્યા હતા જે બાદ નાનાભાઈ મિતગીરી એ મોટાબાપુ દ્વારા આપવામાં આવેલા દસ રૂપિયા વાપરી નાખ્યા હતા જે બાદ મૃતક દર્શન કરીને પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ દર્શન ગીરીએ ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ પણ વાંચો -  જામનગર જમીન દલાલના ત્રાસે આપઘાતનો મામલો: પરિવારેની વેદના, 'ભૂમાફિયાઓએ અમારો માળો વિખેર્યો'

ઉલ્લેખનીય છે કે, આપણા સમાજમાં અનેક એવા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે જે કિસ્સાઓમાં નાની નાની બાબતોમાં લોકો પોતાનો મહામૂલી જીવન ક્ષણભર ના નબળા વિચારોના કારણે ટૂંકાવી દેતા હોય છે.

તમને જણાવી દઈએ કે, હમણાં બે દિવસ પહેલા જ જામનગરમાં મેડિકલ સ્ટોરના (Jamnagar Medical Store Owner Suicide) સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં મેડીકલ સ્ટોરના સંચાલકે સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં પોતાના પરિવારને સંબોધીને પોતાની જમીનને લઇને ચાલી રહેલ વિવાદનો ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી આપઘાત કરી લીધાનું લખવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે સીટી સી.ડિવિઝન પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે. આ સાથે જ અંતિમ ચિઠ્ઠીમાં પોતાના દીકરાને સંબોધીને લખ્યું છે કે ગમે તે થાય તું ડોક્ટર બનજે.
Published by: kiran mehta
First published: October 11, 2020, 8:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading