ઓબીસી ક્વૉટામાં કેટલીક જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ કરાયોઃહાઇકોર્ટમાં રિટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 3:17 PM IST
ઓબીસી ક્વૉટામાં કેટલીક જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ કરાયોઃહાઇકોર્ટમાં રિટ
અમદાવાદઃઓબીસી આવતી જ્ઞાતિઓનુ સમયાંતરે મૂલ્યાંકન ન થવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે હાલ ઓબીસીમાં રહેલી જ્ઞાતિઓની સ્થિતિ શું છે તે અંગે માહિતી આપો.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 19, 2017, 3:17 PM IST

અમદાવાદઃઓબીસી આવતી જ્ઞાતિઓનુ સમયાંતરે મૂલ્યાંકન ન થવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે હાલ ઓબીસીમાં રહેલી જ્ઞાતિઓની સ્થિતિ શું છે તે અંગે માહિતી આપો.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે વર્ષ 1994 બાદ ઓબીસીમાં આવતી જ્ઞાતિઓનુ સમયાંતરે મૂલ્યાંકન થવુ જોઈએ તે થયુ જ નથી.

આ ઉપરાંત ઓબીસી ક્વોટામાં માત્ર જ્ઞાતિઓનો ઉમેરો જ કરવામાં આવ્યો છે.નેશનલ કમિશન ઓફ બેકવર્ડ ક્લાસીસ મુજબ ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓનુ દસ વર્ષે મૂલ્યાંકન થવુ જોઈએ કે તેમની સ્થિતિ કેટલી સદ્ધર બની છે.જે જ્ઞાતિઓ સદ્ધર બની છે તેમને ઓબીસી ક્વોટામાંથી હટાવવી જોઈએ.સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ભંગ કરવામાં આવ્યો

છે.ઓબીસી ક્વોટામાં કેટલીક જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયો છે.First published: January 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर