રાજકોટ: મહિલા PSIની દાદાગીરીનો Video વાયરલ, મહિલા કંડક્ટરનો કોલર પકડી જાહેરમાં કરી મારામારી

રાજકોટ: મહિલા PSIની દાદાગીરીનો Video વાયરલ, મહિલા કંડક્ટરનો કોલર પકડી જાહેરમાં કરી મારામારી
રાજકોટમમાં મહિલા પીએસઆઈની દાદાગીરીનો વીડિયો વાયરલ

રાજકોટના જુના બસ સ્ટેશનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના મહિલા પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી છે.

  • Share this:
રાજકોટ : પોલીસ નાગરીકોની રક્ષા માટે હોય છે, પરંતુ કેટલીક વખત વર્દીનો રોફ જમાવી દાદાગીરીના મામલા પણ અનેક વખત સામે આવતા હોય છે. આવો જ વધુ એક મામલો રાજકોટથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા પીએસઆઈએ મહિલા બસ કન્ડક્ટર સાથે બબાલ કરી કોલર પકડી મારમારી કરી છે. આ ઘટનામાં મહિલા પીએસઆઈની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

રાજકોટના જુના બસ સ્ટેશનનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રાજકોટના મહિલા પોલીસ અધિકારીની દાદાગીરી સામે આવી છે. સોશિયલ મીડિયામાં હાલ જે પ્રકારે વિડીયો સાથે મેસેજ પણ વાયરલ થયો છે તે પ્રમાણે રાજકોટ જૂનાગઢ બસના મહિલા કંડક્ટર તેમજ મહિલા પીએસઆઇ ડોડીયા વચ્ચે ગાડી દૂર લેવા બાબતે બોલાચાલી થઇ હતી.જે બોલાચાલી મામલો ઉગ્ર થતા મહિલા પીએસઆઇ મહિલા કંડકટર સાથે ઝપાઝપી કરી હતી. આ સમયે ત્યાં હાજર એસ.ટી.ના કોઈ કર્મચારીએ સમગ્ર બાબતનો વિડીયો બનાવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.

સમગ્ર મામલે ડીસીપી કક્ષાના અધિકારીને જાણ થતા હાલ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે સમાધાન થાય છે કે, પછી કોઈ કલમ હેઠળ ગુનો નોંધાયો છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.ઉલ્લેખનીય છે કે, હમણાં જ અમદાવાદમાં આવી એક ઘટના સામે આવી હતી, જેમાં શાકભાજીની લારીવાળા ફેરિયાઓ સાથે પોલીસની દબંગાઇનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસ અધિકારીઓ દ્વારા શાકભાજીની લારીવાળા સાથે દાદાગીરી કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા સુધીના આદેશ આપવામાં આવ્યા છે.

આ સિવાય અમદાવાદમાં એક ટ્રાફિક પોલીસની દાદાગીરી પણ સામે આવી હતી, જેમાં અમદાવાદમાં આનંદનગર ખાતે ટ્રાફિક પોલીસને દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અહીં એક ફ્રૂટના વેપારીને ટ્રાફિક પોલીસે માર માર્યો હતો. એવો આક્ષેપ થઈ રહ્યો છે અહીં વેપાર કરતા ફ્રૂટના વેપારીઓ પાસેથી પોલીસ દરરોજ 500 રૂપિયા માંગે છે. યુવા વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા ટ્રાફિકના ચાર જેટલા પોલીસકર્મીઓએ યુવકને માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારીની લારીમાંથી ફ્રૂટ પણ રસ્તા પર ઢોળી દેવામાં આવ્યા છે.

સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

સુરતના સૌથી પોશ વિસ્તારમાં લબરમૂછીયાઓની બેટ દ્વારા Live મારામારી, Video વાયરલ

જુલાઈ મહિનામાં સુરત પોલીસનો એક જવાન બેંકમાં જાય છે. પાસબુક ભરાવવાની બાબતે બોલાચાલી થતા મહિલા કર્મચારીને માર પણ મારે છે. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
Published by:kiran mehta
First published:October 14, 2020, 18:18 pm