રાજકોટમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ, રાજકોટના 2 વર્ષના બાળકે અમદાવાદના તરૂણને આપ્યું નવજીવન


Updated: May 31, 2020, 11:49 PM IST
રાજકોટમાં પ્રથમવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ, રાજકોટના 2 વર્ષના બાળકે અમદાવાદના તરૂણને આપ્યું નવજીવન
રાજકોટમાં પ્રથમ વખત કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવ્યું

રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ : હાલ જે રીતે કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે અમદાવાદની કિડની હોસ્પિટલ કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવાઈ ગઈ છે. જેથી રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

રાજકોટના બે વર્ષના બાળક વેદ ઝિંઝુવાડીયાનું બ્રેઇન ડેડ થતાં તેના ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યા હતા. જેમાં બાળકની બે કિડની અને બે આંખોને ડોનેશન કરાઈ હતી. બાળકની બંને કિડની અમદાવાદના એક તરૂણના શરીરમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

બાળકની કિડની જેના પર ટ્રાન્સપ્લાન્ટ થવાની હતી તે તરુણ દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ આજે રાજકોટની બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. સમગ્ર પ્રક્રિયા માટે અમદાવાદથી ખાસ તબીબને રાજકોટ બોલાવવામાં આવ્યા હતા. આજે સવારે અમદાવાદના જાણીતા ડોક્ટર પ્રાંજલ મોદી ઉપરાંત રાજકોટના ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર સંકલ્પ વણઝારા સહિતની તબીબોની ટીમે દ્વારા સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.

જે તરુણ પર કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે તેનું વજન માત્ર 35 કિલો જેટલું જ હતું અને ઘણા સમયથી તે ડાયાલિસિસ પર હતો. રાજકોટના બાળકની કિડનીએ અમદાવાદના તરૂણને નવજીવન આપ્યું છે.

સામાન્ય રીતે એક જ કિડની ડોનેટ કરવાની હોય છે પરંતુ બાળકની કિડની માટે હાલમાં કોઈ બીજા રિસિવર દર્દી ન હોવાથી બંને કિડની એક દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. રાજકોટ અન્ય ક્ષેત્રોની જેમ હવે મેડિકલ ક્ષેત્રમાં પણ સફળતા મેળવી રહ્યું છે અને વિકાસ સાધી રહ્યું છે.
First published: May 31, 2020, 11:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading