Video : રાજકોટમાં નામચીન લાલાનો આતંક, ખુલ્લેઆમ ફાયરીંગ કરી વાહનોમાં કરી તોડફોડ


Updated: June 19, 2020, 12:13 AM IST
Video : રાજકોટમાં નામચીન લાલાનો આતંક, ખુલ્લેઆમ ફાયરીંગ કરી વાહનોમાં કરી તોડફોડ
લાલો અગાઉ હત્યાની કોશિશ ગેંગ રેપનો પ્રયાસ, છેડતી, ગેરકાયદેસર હથિયાર, મારામારી, વિદેશી દારૂ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

લાલો અગાઉ હત્યાની કોશિશ ગેંગ રેપનો પ્રયાસ, છેડતી, ગેરકાયદેસર હથિયાર, મારામારી, વિદેશી દારૂ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

  • Share this:
રાજકોટ શહેરનું નામ અવારનવાર ગુનાખોરીના કારણે મીડિયામાં ચમકતું રહે છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં સરેઆમ ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં નામચીન એવા ઈમ્તિયાઝ ઉર્ફે લાલાનો આતંક સામે આવ્યો છે.

થોરાળા પોલીસે નવ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે તો સાથે જ હાલ છ શખ્સોની પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો તેના સાથી મિત્રો સાથે આવ્યો હતો. જે બાદ તેને અભદ્ર ભાષાનો પ્રયોગ કરી સોડા બોટલોના ઘા કર્યા હતા તો સાથે જ રિવોલ્વર દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, તેમજ શર્મા પડેલી રીક્ષા મોટરસાયકલમાં તલવાર અને લાકડીથી તોડફોડ પણ કરી હતી.

થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ફરિયાદી મોસીન ઉર્ફે ચીનલો ઉર્ફે કુરેશીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પૂર્વે ઈમ્તિયાઝ ઉર્ફે લાલાના કાકાના દીકરા અને પોતાના મામાના દીકરાને બોલાચાલી થઈ હતી. જે બાબતનો ખાર રાખી ગઈકાલે આ પ્રકારે ફાયરિંગ તેમજ વાહનમાં તોડફોડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈમ્તિયાઝ ઉર્ફે લાલો અગાઉ હત્યાની કોશિશ ગેંગ રેપનો પ્રયાસ, છેડતી, ગેરકાયદેસર હથિયાર, મારામારી, વિદેશી દારૂ સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.



ત્યારે વાહનમાં તોડફોડ તેમજ ફાયરિંગનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, હાલ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે ત્યારે પોલીસે પણ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
First published: June 18, 2020, 7:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading