Home /News /kutchh-saurastra /

રાજકોટ : 'પ્લીસ પોલીસ અંકલ મારા ભાઈને શોધી કાઢો', રક્ષાબંધન પૂર્વે બહેનનું ભાઇને માઠું લાગતા છોડ્યું ઘર

રાજકોટ : 'પ્લીસ પોલીસ અંકલ મારા ભાઈને શોધી કાઢો', રક્ષાબંધન પૂર્વે બહેનનું ભાઇને માઠું લાગતા છોડ્યું ઘર

રોજકોટમાં સગીર યુવક ગુમ થયો

નિતેશને તેની બહેને ગોદળા સંકેલવાનું કહ્યું હતું. જે બાબતે તેને લાગી આવ્યા તે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો

રાજકોટ : રક્ષાબંધનને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યાં છે રાજકોટ સહિત સમગ્ર દેશભરની બજારોમાં રાખડીની અવનવી વેરાયટીઓ પણ આવી પહોંચી છે. ત્યારે રાજકોટ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે બહેનની વાતનું લાગી આવતા 15 વર્ષીય ભાઈ ઘર છોડીને ક્યાંક જતો રહ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે આજીડેમ પોલીસ મથકમાં સગીરના ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટમાં આવેલી ગણેશ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા મુળ મધ્યપ્રદેશના કાલીપહાડીના વતની એવા વિનોદભાઈ રમેશભાઈ નામદેવનો પુત્ર ગત ૬ઠ્ઠી ઓગસ્ટ ના રોજ સવારથી ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ પરિવારજનો દ્વારા આજીડેમ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી સગીરાની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, નિતેશને તેની બહેને ગોદળા સંકેલવાનું કહ્યું હતું. જે બાબતે તેને લાગી આવ્યા તે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. ત્યારે પોલીસ દ્વારા પણ સગીરની તસ્વીર અને મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી તસવીરમાં રહેલ સગીર કોઈને મળી આવે તો તે પોલીસનો સંપર્ક કરી શકે જેથી પોલીસ સગીર અને તેના પરિવાર જનોનું મિલન કરાવી શકે. બહેન પોતાના ભાઈની રાહ જોઈ રહી છે, તેણે પોલીસને કહ્યું, પ્લીસ પોલીસ અંકલ મારા ભાઈને જલદી શોધી કાઢો.

આ પણ વાંચોરાજકોટમાં ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન ન આપતા દીકરીએ કર્યો આપઘાત, 'ન્હાઈને બહાર આવી તો પુત્રીને લટકતી જોઈ'

ઉલ્લેખનીય છે કે રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં એક સપ્તાહ પૂર્વે મેટોડા જીઆઇડીસી ખાતે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો જે અકસ્માતમાં કારમાં સવાર પાંચ પૈકી ત્રણ ભાવિ તબીબોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જ્યારે કે બે ભાવિ તબીબના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. અકસ્માતની ઘટનામા બે યુવાનોએ તેમજ ત્રણ યુવતીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આમ, રક્ષાબંધન પૂર્વે કોઈએ પોતાનો ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કોઈએ પોતાની બહેનને ગુમાવવાનો વારો આવ્યો છે.
Published by:kiran mehta
First published:

Tags: Missing, Rajkot News, Rajkot police, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन