રાજકોટ: પોલીસની ઊંઘ હરામ કરનાર લબરમુછીયો ઝડપાયો, જાણો એકલા હાથે કેવી રીતે કરતો લાખોની ચોરી?


Updated: September 22, 2020, 8:41 PM IST
રાજકોટ: પોલીસની ઊંઘ હરામ કરનાર લબરમુછીયો ઝડપાયો, જાણો એકલા હાથે કેવી રીતે કરતો લાખોની ચોરી?
ચોરીના કેસમાં દોઢ વર્ષથી એકલાહાથે પોલીસના નાકમાં દમ કરનાર સગીર વયનો આરોપી ઝડપાયો

ચોરીના કેસમાં દોઢ વર્ષથી એકલાહાથે પોલીસના નાકમાં દમ કરનાર સગીર વયનો આરોપી ઝડપાયો

  • Share this:
રાજકોટ પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે, જે છે તો સગીર વયનો પરંતુ ડીસામાં થયેલી 10 લાખની ચોરી એકલા હાથે કરી હતી. હાલ પોલીસે આરોપી પાસે થી 3 લાખ 95 હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ડીસામાં થયેલી 10 લાખની ચોરી અને રાજકોટની 10 ચોરીનો ભેદ ઉકેલ્યો છે. છેલ્લા ઘણાં સમયથી રાજકોટ શહેરમાં ઘોળે દિવસે ચોરીઓની ઘટનાઓ સામે આવતી હતી. જેને ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી હતી. ત્યારે સગીર આરોપી ચોરીનો મુદ્દામાલ સગે-વગે કરવા માલવીયા કોલેજ થી ચાલીને જતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે તપાસ કરતા સગીર આરોપી પાસે થી સોનાની બે વિંટી અને 3 લાખ 60 હજાર રોકડા મળી આવ્યા હતા. પોલીસે પુછપરછ કરતા ડીસામાં થયેલી 10 લાખની ચોરી અને રાજકોટમાં 10 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું આરોપીએ કબુલ્યું હતું. હાલ પોલીસે આરોપીને બાળ અદાલતમાં મોકલવાની કવાયત હાથ ધરી છે

કેવી રીતે આપતો ચોરીને અંજામ?

ક્રાઈમ બ્રાન્ચ ના એસીપી ડી.વી. બસિયા ના કહેવા મુજબ, સગીર આરોપી ઘોળા દિવસે સોસાયટીમાં રેકી કરતો. દરવાજો ખુલ્લો હોય તેવા ઘરમાં પ્રવેશ કરતો અને બેડરૂમનાં કબાટનાં ડ્રોવર ફંફોરીને રોક઼ડા રૂપીયાની ચોરીને અંજામ આપતો હતો. ત્યારબાદ નાશી જતો હતો, હાલ પોલીસે આરોપી પાસે થી 3 લાખ 95 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં દોઢ વર્ષથી એકલા હાથે જ ચોરીને અંજામ આપતો જેથી ચોરીની વાત લીક ન થાય.

હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી બાળ અદાલતમાં મોકલવાની કવાયત શરૂ કરી છે. જોકે સગીર વય થી જ ચોરીનાં રવાડે ચડેલા આરોપીએ રાજકોટ શહેરમાં 10 મકાન અને ડીસામાં 10 લાખની ચોરીને એકલા હાથે જ અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
Published by: kiran mehta
First published: September 22, 2020, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading