Home /News /kutchh-saurastra /

રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજની બેઠક, કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાની બાદબાકી!

રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજની બેઠક, કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાની બાદબાકી!

Rajkot

Rajkot News : રાજકોટમાં કોળી ઠાકોર સમાજની બેઠક

Rajkot News : રાજકોટ ખાતે કોળી-ઠાકોર સમાજની બેઠક યોજાય, કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાની બાદબાકી,જુઓ શું કારણે બેઠક યોજાઈ

  મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : વિધાનસભા-2022ની (Vidhansabha-2022)ચૂંટણીઓ(Election) નજીક આવી રહી છે. ત્યારે વિવિધ સમાજો (Community)દ્વારા શક્તિ પ્રદર્શન શરૂ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે લેઉવા પાટીદાર (Patidar)સમાજની બેઠક યોજાયા બાદ આજે કોળી સમાજનું વિશાળ સંમેલન યોજાયું હતું. જો કે તકે સૌરાષ્ટ્ર(Saurastra) કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાની બાદબાકી થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. નોંધનીય છે કે, વીંછીયા ખાતે પણ આજે કોળી સમાજની એક બેઠકનું(Meeting) આયોજન કરાયું હતું.


  રાજકોટ શહેરનાં મોરબી રોડ નજીક આજે કોળી સમાજની એક બેઠક યોજાઇ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતનાં કોળી સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતા. અને આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષમાં વર્ચસ્વ કેમ વધારવુ તેના માટે ચિંતન કરવામાં આવ્યું હતું. જો કે બેઠકમાં સૌરાષ્ટ્રનાં કોળી સમાજનાં આગેવાન કુંવરજી બાવાળીયા અને દેવજી ફતેપરાને આમંત્રણ અપાયું નહોતું.


  ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળીયા અને ફતેપરાનાં ફાંટા છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે. પાટીલને મળવા બાવાળીયા એકલા પહોંચ્યા બાદ દેવજીભાઈ ખૂબ નારાજ થયા હતા. ત્યારથી બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વિંછીયા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને સુરેન્દ્રનગર ખાતે દેવજી ફતેપરાનું વર્ચસ્વ છે. ત્યારે હવે બંને દિગ્ગજ નેતાઓના સમર્થકો પણ એકબીજા સામે જોવા મળી રહ્યા છે. જો કે રાજકોટ ખાતેની બેઠકમાં બંનેની બાદબાકી થતા કોળી સમાજમાં ત્રીજો મોરચો સક્રિય થયો હોવાની ચર્ચાઓ ઉઠી રહી છે.

  First published:

  Tags: Meeting, રાજકોટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन