'જામતારા - રાજકોટ વાલે કા નંબર આ ગયા', રાજકોટના એક વ્યક્તિ સાથે થયું ગજબનું Fraud


Updated: May 23, 2020, 4:22 PM IST
'જામતારા - રાજકોટ વાલે કા નંબર આ ગયા', રાજકોટના એક વ્યક્તિ સાથે થયું ગજબનું Fraud
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના યુની. રોડ પર રહેતા નીરવ ઉદેશી નામના વ્યક્તિને બે દિવસ પહેલા એક ફોન આવ્યો જતો જેમાં તે paytmમાંથી બોલે છે તેમ એક વ્યક્તિએ હિન્દીમાં વાત કરી

  • Share this:
રાજકોટ : નેટફ્લિક્સની પ્રખ્યાત વેબ સિરીઝ જામતારા - સબકા નમ્બર આયેગા. આ સિરીઝ બેન્ક ફ્રોડ પર આધારિત છે. ઝારખંડના જામતારા ગામના યુવાનો લોકોને ફોન કરી તેના બેન્કમાંથી રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ફ્રોડ કરતા હતા. રાજકોટના નીરવ ઉદેશી નામના વ્યક્તિ સાથે આવો જ કિસ્સો બન્યો છે અને પોલીસ ફરિયાદને આધારે પ્રથમિક તપાસમાં મુખ્ય વ્યક્તિ જામતારા ગામનો હોવાનું પણ સામે આવ્યું છે.

વાત જાણે એમ છે કે, રાજકોટના યુની. રોડ પર રહેતા નીરવ ઉદેશી નામના વ્યક્તિને બે દિવસ પહેલા એક ફોન આવ્યો જતો જેમાં તે paytmમાંથી બોલે છે તેમ એક વ્યક્તિએ હિન્દીમાં વાત કરી હતી અને નિરવભાઈ પાસે તેના paytmના kyc અપડેટ કરાવવા જણાવ્યું હતું. જોકે નિરવભાઈએ જણાવ્યું હતું કે, તેવો ઓનલાઈન kyc અપડેટ નહિ કરે પણ તેમના કોઈ વ્યક્તિને મોકલી આપે એટલે તેની હાજરીમાં kyc અપડેટ કરી દેશે.

હિંદીમાં વાત કરતા સામેના વ્યક્તિએ કહ્યું કે, ટિમ વ્યુઅર કવિક્સ એપ ડાઉનલોડ કરો લો તેમાં kyc આવશે જે ડાઉનલોડ કરી લેજો. જેથી નિરવભાઈએ એપ ડાઉનલોડ કરી હતી અને તેનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો. બાદમાં મોબાઈલ સ્વીચ ઓફ કરો ઓન કરી હતી. આ દરમ્યાન નીરવભાઈના મોબાઈલમાં તેના બેન્કમાંથી 5 હજાર જેવી રકમ તેના જ paytmમાં ટ્રાન્સફર થઈ હોવાનો મેસેજ આવ્યો. જે બાદમાં તેના paytm વાઉચર માંથી અલગ અલગ ત્રણ જેટલા મોબાઈલ નમ્બર પર રિચાર્જ અને એક યુપી નું વિજબીલ ભરાઈ ગયા હોવાનો મેસેજ આવતા નિરવભાઈ ચોકી ગયા હતા.

જોકે નિરવભાઈ એ સમયસૂચકતા વાપરી જે નંબર પર રિચાર્જ થયા તે ત્રણેય લોકોને ફોન કરી માહિતી મેળવી હતી. જોકે જેનામાં રિચાર્જ થયા તે તમામ લોકોએ એકસરખો જવાબ આપ્યો કે તેમણે શાપરની આઈડિયા કેર (પટેલ ટેલોકોમ) માં રૂપિયા આપ્યા હતા અને ત્યાંથી રિચાર્જ થયું હતું. જે બાદ નીરવભાઈ દ્વારા શાપર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને શાપરના આઈડિયા કેર (પટેલ ટેલિકોમ)ના સંચાલકની પૂછપરછ કરવામાં આવી ને જેમાં જામનગરનો પણ એક વ્યક્તિ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

નિરવભાઈની ફરિયાદ પરથી પોલીસે શાપરના આઈડિયા કેર (પટેલ ટેલિકોમ)ના ડાર્વિન માકડીયાને સકંજામાં લઈ પૂછપરછ કરતા તેણે જામનગરના અમિતસિંહ બૈરાગીનું નામ આપતા તેને પણ સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જોકે હજી હરિયાણાનો ઋષિ (મોટી પાર્ટી)નું પણ કનેક્શન સામે આવ્યું છે, જે હજી પોલીસ પકડથી દૂર છે.

શાપરનો ડાર્વિન અલગ અલગ નંબર જામનગરના અમિતસિંહને બિલ ભરવા કે રોચાર્જ કરાવવા આપતો હતો. અમિતસિંહ આ તમામ નંબર ઋષિને આપતો અને બાદમાં ઋષિ અન્ય વ્યક્તિને બેન્કમાંથી રૂપિયા ઉપાડવાનું કહેતો હતો. જોકે હવે રાજકોટ રૂરલ એલસીબી સમગ્ર મામલે આગામી દિવસમાં પત્રકાર પરિષદ દ્વારા માહિતી આપશે.
First published: May 23, 2020, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading