Home /News /kutchh-saurastra /

રાજકોટ દૂધસાગર રોડ પર સાબુના કારખાનામાં આગ ભભૂકી, એક વ્યક્તિ ઇજાગ્રસ્થ થતા સારવારમાં ખસેડાયો

રાજકોટ દૂધસાગર રોડ પર સાબુના કારખાનામાં આગ ભભૂકી, એક વ્યક્તિ ઇજાગ્રસ્થ થતા સારવારમાં ખસેડાયો

રાજકોટ

રાજકોટ દૂધસાગર રોડ પર સાબુના કારખાનામાં આગ ભભૂકી, એક વ્યક્તિ ઇજાગ્રસ્થ થતા સારવારમાં ખસેડાયો

રાજકોટ દૂધસાગર રોડ પર સાબુના કારખાનામાં આગ ભભૂકી, એક વ્યક્તિ ઇજાગ્રસ્થ થતા સારવારમાં ખસેડાયો

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: શહેરમાં ઉનાળાની શરૂઆતે આગ લાગવાની ઘટના આવી છે. ત્યારે આજે દૂધસાગર રોડ પર સાબુના કારખાને આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અમૂલ સર્કલ નજીક આવેલા પસંદ સોપ નામના એક સાબુનાં કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી ગણતરીની કલાકોમાં આગ પર કાબુ કર્યો હતો. ઘટનામાં એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.


    જાણવા મળતી વિગત અનુસાર આજે દૂધસાગર રોડ પર આવેલા પસંદ સોપ નામના સાબુના કારખાનામાં વેલ્ડીંગ કામ ચાલી રહ્યું હતું. દરમિયાન ત્યાં રહેલા કોઈ જ્વલનશીલ પદાર્થ પર તણખો ઉડતા આગ ભભૂકી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા નાસભાગ મચી હતી. ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા તરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.


    આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીના પરિણામ, પંજાબના Dy.CM પદના દાવેદાર છે આ નેતા

    ફાયર ઓફિસરનાં જણાવ્યા મુજબ આગ લાગવાનો કોલ મળતા અમારી ટીમો ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી હતી. અને થોડા કલાકોની મહેનત બાદ આગ પર સંપુર્ણપણે કાબૂ કરી લેવાયો હતો. ઘટના વેલ્ડીંગનો તણખો ઉડવાને કારણે થઈ હતી. આગમાં વેલ્ડીંગ કરનાર વ્યક્તિ દાઝી જતા અમારી ટીમ દ્વારા તેને સારવાર માટે ગોંડલ રોડ નજીક આવેલી ડોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: RMC, આગ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन