Home /News /kutchh-saurastra /

પરણિત ઉમેશ સગીરાનું અપહરણ કરી બાઈક પર સોમનાથ લઈ ગયો, ત્યાં હોટલમાં બળાત્કાર કર્યો

પરણિત ઉમેશ સગીરાનું અપહરણ કરી બાઈક પર સોમનાથ લઈ ગયો, ત્યાં હોટલમાં બળાત્કાર કર્યો

પ્રતિકાત્મક તસવીર

તપાસ કરતાં વેલનાથપરાના હસુબેન ધીરૂભાઇ માલકીયાએ વાતચીતમાં કહ્યું હતું કે તમારી દિકરીને મારો દિકરો ઉમેશ ભગાડી ગયો છે.

રાજકોટ : શહેરમાં સગીરાના અપહરણ અને બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શહેરના મોરબી રોડ પર વેલનાથપરા-૧ માં મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં ઉમેશ ધીરૂભાઇ માલકીયા નામના શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી સોમનાથ લઇ જઇ હોટેલમાં બળાત્કાર કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

પાંચ મહિના પહેલા જ ઉમેશના લગ્ન થઇ ચુકયા છે. જોકે ફરિયાદ પરથી પોલીસે ઉમેશને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી ઉમેશ માલકીયા સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨), પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં સગીરાની માતાએ જણાવ્યું છે કે, પોતે પહેલી જુનના બહારથી કામ કરી ઘરે આવ્યા હતા ત્યારે ઘરમાં ફક્ત મોટી દિકરી હતી. નાની દિકરી જોવા મળી નહોતી. મોટી દિકરીને પુછતાં તેણે નાની બહેન તેની બહેનપણીની ઘરે જવાનું કહીને નીકળી ગયાનું કહ્યું હતું.

તપાસ કરતાં વેલનાથપરાના હસુબેન ધીરૂભાઇ માલકીયાએ વાતચીતમાં કહ્યું હતું કે તમારી દિકરીને મારો દિકરો ઉમેશ ભગાડી ગયો છે. શોધખોળ કરવા છતાં આ બંનેને પત્તો મળ્યો નહોતો. એ પછી દિકરી અને ઉમેશ ભીચરી ગામે હોવાની ખબર પડતાં ત્યાંથી તેને લઇ આવ્યા હતાં. ત્યારે દિકરીએ વાત કરી હતી કે, એકાદ વર્ષથી ઉમેશ સાથે સંપર્ક હતો. તે અવાર-નવાર ભાગીને લગ્ન કરી લેવાનું કહેતો હતો અને બાદમાં બાઇકમાં બેસાડી સોમનાથ લઇ ગયો હતો. સોમનાથની હોટેલમાં રોકાઇને તેણે શરીર સંબંધ બાંધી લીધો હતો. લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોઇ ફરિયાદ નોંધાવી હતી.

ઉમેશ ઇમિટેશનનું કામ કરે છે અને પાંચેક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે. આમ છતાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
Published by:kiran mehta
First published:

Tags: Kidnapping, Minor girl rape, Rajkot police

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन