Home /News /kutchh-saurastra /

દિવ્યનિલ રાજ્યગુરૂ પર હુમલા મામલે ફરિયાદ કરાઈ, વ્યારામાં પણ કોંગ્રેસની ગાડી પર હુમલો

દિવ્યનિલ રાજ્યગુરૂ પર હુમલા મામલે ફરિયાદ કરાઈ, વ્યારામાં પણ કોંગ્રેસની ગાડી પર હુમલો

દિવ્યનિલ રાજ્યગુરૂ પર થયેલા હુમલા મામલે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મહેશ રાજપુત દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારી એ.કે જયોતીને ફરિયાદ કરવામા આવી છે. જેમા આઈપીએસ કરણ રાજ વાઘેલા દ્વારા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ખરાબ વર્તન, તેમજ તેમના પર લાઠિ ચાર્જ કર્યાનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.


તો સાથો સાથ સ્થળ પર હાજર કરણ રાજ વાઘેલા તેમજ પોલિસ ઈન્સપેકટર સબ ઈન્સપેકટર સહિતના અધિકારીઓ પોતે ભાજપના કાર્યકર્તા હોઈ તે રીતે તેમની સાથે વર્તન કર્યુ હોવાનો પણ ફરિયાદમા ઉલ્લેખ કરવામા આવ્યો છે.


બીજીબાજુ, વ્યારા વિધાનસભા વિસ્તારમાં પણ કોંગ્રેસની ગાડી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસના આગેવાન હસમુખભાઈ ભાવસાર જ્યારે ચૂંટણી પ્રચાર માટે વ્યારા વિધાનસભા વિસ્તારમાં ફરી રહ્યા હતા તે સમયે અચાનક મોટરસાઈકલ પર આવેલ કેટલાક અજાણ્યા શક્સો દ્વારા તેમની ગાડી પર હુમલો કરવામાં આવ્યો.


જોકે સદનસિબે કોઈ ઈજા થઈ નથી. આ મુદ્દે હસમુખભાઈએ જણાવ્યું કે, અમે અજાણ્યા મોટરસાઈકલ ચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશું.

First published:

Tags: Assembly election 2017, Election commission, Gujarat assembly election 2017, કોંગ્રેસ, ભાજપ

આગામી સમાચાર