ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટના સોરઠીયા વાડી પાસે માસ્તર સોસાયટીની બાજુમાં આવેલા મધુરમ પાર્ક શેરી નંબર-3માં રહેતા નિખીલ વિનોદભાઇ સોરઠિયા તેના સાળા અંકુર અને વિરાજ સખીયા ઉપર કેવડાવાડી શેરી નંબર 16માં રહેતા દક્ષ રમાણી, પ્રવિણ રામાણી અને અશોક રમાણી લોખંડના પાઇપ, ધોકા વડે હુમલો કર્યાનો બનાવ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
વિગતો મુજબ નિખીલની પત્નીને દક્ષ ફોન તથા ફેસબુક ઉપર મેસેજ કરીને હેરાન કરતો હતો. જેથી તેને સમજાવ્યો છતાં માન્યો ન હતો. અને પત્ની સાથે માથાકુટ કરી હતી. જેથી નિખીલ તેનો સાળો અંકુર અને પરિચિત વિરાજ મળીને દક્ષને સમજાવવા માટે તેના ઘરે કેવડાવાડીમાં ગયા હતા. જ્યાં બોલાચાલી થતા દક્ષ અને તેની સાથેના બે શખ્સોએ મળીને હુમલો કર્યાનો આરોપ મુકાયો છે.
અત્ર ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં લેભાગુઓ રાહમાં રહેતા હોવાથી મહિલાઓએ પણ મોબાઇલનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો જ રહ્યો.