Home /News /kutchh-saurastra /

રાજકોટઃ 22 વર્ષના યુવકે રૂ. 28 કરોડની કરી છેતરપિંડી, જાણો કેવી રીતે લગાડ્યો લોકોને ચૂનો

રાજકોટઃ 22 વર્ષના યુવકે રૂ. 28 કરોડની કરી છેતરપિંડી, જાણો કેવી રીતે લગાડ્યો લોકોને ચૂનો

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાનું કહી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.

    અંકિત પોપટ, રાજકોટઃ રાજકોટમાં (Rajkot) 22 વર્ષના યુવાને 28 કરોડની છેતરપિંડી કર્યાનુ સામે આવ્યુ છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajot crime branch) દેવાંગ ચુડાસમા નામના 22 વર્ષીય યુવાનને છેતરપિંડીના કેસમા ધરપકડ કરી છે. રાજકોટમાં ટેલિકોમ કંપનીમાં રોકાણ કરવાનું કહી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.

    મળતી માહિતી પ્રમાણે આરોપી પાસેથી પોલીસે લેપટોપ, મોબાઈલ કબ્જે કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તેના બેન્ક એકાઉન્ટમાં 4 વર્ષમાં 25 કરોડથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાનું જાણવા મળ્યુ છે.

    દેવાંગે સૌરાષ્ટ્રભરમાં ટેલિકોમ કંપનીમાં (Telecom Company)રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. બોટાદના વ્યક્તિએ ફરિયાદ નોંધાવતા પોલીસે દેવાંગની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણ દેવાંગ એરટેલ કંપનીના સ્ટોરમા કામ કરતો હતો. જયાંથી તેને ડેટાબેઝની મદદથી અલગ અલગ રોકાણકારોનો સંપર્ક સાધ્યો હતો.

    રોકાણકારોને મોબાઈલ રીચાર્જ (Mobile recharge)કંપનીમાં રોકાણ કરવા બદલ 4થી 6 ટકાના કમિશનની લાલચ આપી રોકાણ કરાવતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે દેવાંગના બે ખાતા છે. પોતાના વ્યક્તિગત ખાતામા 5 કરોડ જેટલુ ટ્રાન્જેકશન કર્યુ છે. તો પોતાની વન નામની કંપનીના ખાતામા 12 કરોડ જેટલુ ટ્રાન્ઝેકશન થવા પામ્યુ છે.

    આ પણ વાંચોઃ-રાજકોટ દારૂ પાર્ટી : પોલીસ ક્રિષ્ના વૉટર પાર્કના બદલે ક્રિષ્ના પાર્ક પહોંચી હતી!

    દેવાંગે એક એપ્લીકેશન (Application)બનાવી હતી. જેના માધ્યમથી તે લોકોને રોકાણ કરવાનુ કહેતો હતો. જો કે બાદમા મોટી રકમ એકઠી થતા તેને લોકોના પૈસા ચાઉ કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તેની ધરપકડ કરવામા આવી છે. પોલીસ આ મામલે સોફટવેર ડેવલોપર તેમજ એપ્લીકેશન ડેવલોપરની પણ શોધખોળ શરુ કરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Fraud, Rajkot crime branch, અરજી, ગુજરાત, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन