રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

News18 Gujarati
Updated: November 30, 2019, 11:26 AM IST
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
ન્યૂઝ18 ક્રિએટિવ

શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટમાં (Rajkot) માત્ર 8 વર્ષની બાળકીનું (baby girl) અપહરણ (Kidnapped) કરીને દુષ્કર્મ (Molest) આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. શહેરનાં 80 ફૂટ રોડ પર ઝૂંપડું બાંધીને રહેતા શ્રમિક પરિવારની બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યું છે. આ બાળકીનાં શરીર પર અનેક જગ્યાએ ઇજાઓ પહોંચી છે. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. હાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે શહેરનાં 80 ફૂટ રોડ પર આવેલા રોડ પર એક શ્રમિક પરિવાર ઝૂપડું બાંધીને રહેતો હતો. તેમાં એક 8 વર્ષની દીકરીને અજાણ્યો શખ્સ ઉપાડીને અપહરણ કરીને લઇ ગયો હતો. જે બાદ આ નાની બાળા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અજાણ્યો શખ્સ દુષ્કર્મ આચરીને બાળાને તેના ઘરથી થોડે દૂર ફેંકીને જતો રહ્યો હતો. આ વાતની જાણ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : તેલંગાણા : મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના બનાવ બાદ વધુ એક મહિલાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

હાલ આ બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે. આ ઘટના સામે આવતા શહેરવાસીઓ પણ ફિટકાર વરસાવી રહ્યાં છે. નોંધનીય છે કે, વડોદરામાં પણ એક સગીરા પર ગુરૂવારે રાત્રીના સમયે બે યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ મામલે રાવપુરા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ગુરુવારે રાત્રે બનેલા આ બનાવ બાદ આરોપીને પકડવા માટે વડોદરા પોલીસની 10 ટીમો કામે લાગી છે. પીડિત સગીરા તેના મંગેતર સાથે નવલખી મેદાન ખાતે બેઠી હતી ત્યારે આરોપીઓ તેને ઢસડી ગયા હતા. જે બાદમાં ઝાડી વિસ્તારમાં બે લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓની ઉંમર 25-30 વર્ષ હોઈ શકે છે.

આ પણ વાંચો : દાહોદ : એક જ પરિવારનાં 6 સભ્યોનાં હત્યારાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો?
 
First published: November 30, 2019, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading