રાજકોટની 8 આઇસ ફેક્ટરી પર દરોડા,નિયમોનું પાલન ન થતા નોટિસ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટની 8 આઇસ ફેક્ટરી પર દરોડા,નિયમોનું પાલન ન થતા નોટિસ
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેરના અલગ અલગ ૮ જેટલી બરફ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગ દ્વારા ૮ જેટલી આઈસ ફેક્ટરીનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. દર પંદર દિવસે બરફમાં વપરાતા પાણીનું બેક્તેરીયોલોજીકલ અને કેમિકલ પરીક્ષણ કરાવવું ફરજીયાત હોવાથી તે અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતું. ૮ આઈસ ફેક્ટરી નિયમોનું પાલન નહિ કરતી હોવાથી તેને નોટીસ પણ આપવામાં આવી હતી. જે રીતે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે તેવામાં બરફનું વેચાણ પણ વધતું હોઈ છે ત્યારે લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ના થઇ તેની તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની નવદુર્ગા, કૃષ્ણ ફીઝીંગ, મહાદેવ, લાભ, ભાગ્યોદય, નુતન સૌરાષ્ટ્ર, નાથ, અને શ્રી રામ આઈસ ફેકટરીમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી.
First published: April 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर