રાજકોટઃ શ્રાવણીયો જુગાર રમતા ત્રણ મહિલા સહિત 8 લોકો ઝડપાયા
News18 Gujarati Updated: August 14, 2019, 5:08 PM IST

પકડાયેલા આરોપીઓની તસવીર
રાજકોટના પ્રદ્યુમ્ન પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી 8 જેટલા સખશો ને ઝડપી પાડવામાં આવ્યા છે.
- News18 Gujarati
- Last Updated: August 14, 2019, 5:08 PM IST
અંકિત પોપટ, રાજકોટઃ હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં જુગારની મોસમ સોળે કલાએ ખીલતી હોઈ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા જુગાર રમતા સખશોને પકડવા જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમ્ન પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટરમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી 8 જેટલા સખશો ને ઝડપી પાડવામાં આવ્યા છે. તો સાથે જ 37હજાર થી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
એક તરફ થી પોલીસ દ્વારા જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવામાં આવે છે. તો બીજી તરફ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જુગાર ધામ ઝડપાતા રાજકોટ શહેર પોલીસના માથે કાળો ડાઘ લાગ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર બી .એમ . કાતરિયા ના જણાવ્યા પ્રમાણે ત્રણ મહિલાઓ સહિત 8 સખશોને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ પુત્ર રવિ વાઘેલા જુગરધામ ચલાવતો હતો. તેના પિતા જગદીશ ભાઈ વાઘેલા હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હોવાથી તેમને હેડ ક્વાર્ટરમાં જ ઘર ફાળવવામાં આવ્યું હતું. તો તેના પિતા જગદીશભાઈ ટીબીના પેશન્ટ હોઈ ત્રણ મહિનાથી સિક લિવ પર છે.

Loading...