રાજકોટમાં પ્રતિબંધ બાદ પબજી ગેમ રમતાં 7 લોકો ઝડપાયા

રાજકોટમાં પ્રતિબંધ બાદ પબજી ગેમ રમતાં 7 લોકો ઝડપાયા
પ્રતિકાત્મક તસવીર

શહેર કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પબજી ગેમથી બાળકો અને યુવાનો પર પડતી અસરને જોતાં રાજકોટ શહેર પોલીસ કમિશન દ્વારા તેની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ પણ શહેરમાં છાનેખૂણે પબજી રમાઇ રહી છે. તેની સામે શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી 7 લોકોને ઝડપી પાડ્યા છે.

  શહેર કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પબજી પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં પોલીસને આ ગેમ રમાતી હોવાની માહિતી મળતાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક જ દિવસમાં પબજી રમતાં સાત લોકો ઝડપાયા હતા.  પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થયું છે.

  આ પણ વાંચો: મોટાને બદલે નાનો ભાઇ આપી રહ્યો હતો ધો.10ની પરીક્ષા, ફરિયાદ

  ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સુરતમાં પણ પબજી ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
  First published:March 13, 2019, 11:34 am

  ટૉપ ન્યૂઝ