Home /News /kutchh-saurastra /

રાજકોટ: 68000 વિદ્યાર્થીઓએ 'સ્વચ્છતા' નાં પાઠની પરીક્ષામાં આપી!

રાજકોટ: 68000 વિદ્યાર્થીઓએ 'સ્વચ્છતા' નાં પાઠની પરીક્ષામાં આપી!

ઘરમાં પોતું મારતી વખતે તેમા ફિનાઇલ પણ ઉમેરો. વધુમાં રસોડાની કચરાપેટીના પણ સાફ કરવી જરૂરી છે. આ કચરાપેટી પર તમારી સિવાય કામદાર તેમ અનેક લોકોના હાથ અડે છે. માટે દિવસમાં એક થી બે વાર તેની પણ સાફ કરવાનું રાખો પોલિથીનને પણ બદલતા રહો.

આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે વિવિધ પ્રવુતીઓ હાથ ધરેલી.

    સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એક વિશેષ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા અંગેનો સંદેશ ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાના હેતુસર સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજે શહેરની શાળાઓના આશરે ૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે સ્વચ્છતા અંગેની પરીક્ષા “ક્લીનેથોન” યોજી હતી.

    આજે ૧૨ વાગ્યે (૧) પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ, (વેસ્ટ ઝોન), (૨) હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ (સેન્ટ્રલ ઝોન), (૩) અટલ બિહારી બાજપેઇ ઓડિટોરિયમ, પેડક રોડ (ઈસ્ટ ઝોન), (૪) ડૉ.ઝાકીર હુશેન પ્રા.શાળા નં.૯૧ રૈયાધાર સ્લમ ક્વાર્ટર (વેસ્ટ ઝોન), (૫) શ્રી સર્વપલ્લી રાધાક્રિષ્નન પ્રા.શાળા નં.૬૩ નીલકંઠ ટોકીઝ સામે, દેવપરા (સેન્ટ્રલ ઝોન) અને (૬) શ્રી હોમી જહાંગીર ભાભા પ્રા.શાળા નં.૭૮, એચ.જે સ્ટીલ સામે, દૂધ સાગર માર્ગ (ઈસ્ટ ઝોન) તથા શાળાબોર્ડની તમામ શાળાઓ ખાતે કુલ મળીને ૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ પરીક્ષા આપી હતી..
    ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડિપાર્ટમેન્ટ તરફથી શરૂ થયેલા “સ્વચ્છ સર્વેક્ષણ”નો પાયાનો સિધ્ધાંત છે કે, સ્વચ્છતા અને તેના સિદ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે તેવા હેતુથી ઘન કચરા વ્યવસ્થા પણ અને “સ્વચ્છ ભારત મિશન” અંગેનો વિદ્યાર્થીઓ સમજી શકે તે માટેનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે.

    આ અભ્યાસક્રમ ટ્રેનર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવેલો હતો. જેના અનુસંધાને ૧૦ ડીસેમ્બર ૨૦૧૮ હ્યુમન રાઈટ્સ ડેના દિવસે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવાનું નક્કી કરેલું. આ અનુસંધાને આજે રાજકોટ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૭૭ શાળાના તથા લગભગ ૩૨૫ જેટલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ૬૮,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ એક જ શહેરમાં એક જ સમયે પરીક્ષા આપી હતી.

    લોકો કચરાની બાબતમાં સૌ કોઈ એવી રીતે પોતાની લાઈફ સ્ટાઈલ બદલે કે ન્યુનતમ કચરો જનરેટ થાય અને અને જે કાંઈ કચરો ઉત્પન્ન થાય તેનું વર્ગીકરણ (સુકા અને ભીના કચરા તરીકે) થાય.

    આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે વિવિધ પ્રવુતીઓ હાથ ધરેલી. આ પરીક્ષામાં ૬૮,૦૦૦થી વધુ ધોરણ. ૫ થી ઉપરના વિદ્યાર્થીઓ એકી સાથે ૩૦ મીનીટની પરીક્ષા આપી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ પરીક્ષામાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા ખુબ સારો સહયોગ મળ્યો હતો. આ પરીક્ષાની અમદાવાદ સ્થિત સંસ્થા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા રેકર્ડ રજીસ્ટર કરવામાં આવેલો છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Cleanliness, Swatch Bharat, મહાનગરપાલિકા, રાજકોટ

    આગામી સમાચાર