રાજકોટઃ બોર ખાવાની લાલચ આપી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રામલાલ ઝડપાયો

રાજકોટઃ બોર ખાવાની લાલચ આપી 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રામલાલ ઝડપાયો
આરોપીની તસવીર

માતા પિતાએ દીકરીને રડવાનું કારણ પૂછ્યું હતું. તો સાથે જ વધુ તપાસ કરતાં દીકરી સાથે દુષ્કર્મની ઘટના જાણ થતાં માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યું હતું.

  • Share this:
રાજકોટઃ રંગીલા રાજકોટને જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં (rajkot crime news) છેલ્લા ત્રણ દિવસમાં દુષ્કર્મની બે જેટલી પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે રાજકોટ શહેરમાં નોંધાયેલી બે પોલીસ ફરિયાદ પૈકી એક કિસ્સામાં પોલીસે 6 વર્ષની બાળકીને (girl child molestation) પોતાના હવસનો શિકાર બનાવનાર આરોપીની ધરપકડ કરી છે

રાજકોટના હીરાસર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બારવણ ગામે છ વર્ષની બાળકીને બોર ખાવાના બહાને બોલાવી પરપ્રાંતિય શખ્સે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ડીસીપી કક્ષાના અધિકારી પ્રવિણકુમાર મીણાએ પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, બારવણ ગામે છ વર્ષની માસૂમ દીકરી સાથે 20 વર્ષીય રામલાલ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે સમગ્ર મામલે ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ તેને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું છે.મૂળ રાજસ્થાનના ભીલવાડા પંથકનો વતની રામલાલ છેલ્લા ઘણા સમયથી બારવણ ગામે કૂવા ખોદવાની મજૂરી કરી રહ્યો હતો. ત્યારે બપોરના ભાગે રામલાલની સાથે કામ કરતા મજૂરો જમવા માટે આસપાસ ગયા હતા. ત્યારે રામલાલની આજુબાજુ છ વર્ષની દીકરી એકલી રમતી હતી. ત્યારે દીકરીને એકલી જોઈને 20 વર્ષીય રામલાલની દાનત બગડી હતી. જેના કારણે રામલાલે પ્રથમ તો દીકરીને બોર ખાવાના બહાને લાલચ આપી તેને અવાવરી જગ્યાએ લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-

અવાવરી જગ્યાએ લઈ જઈ દીકરીના દેહને રામલાલે પીંખી નાખ્યો હતો. ત્યારબાદ પોતાની હવસનો શિકાર બનાવી દીકરીને એકલી મૂકીને રામલાલ ત્યાંથી જતો રહ્યો હતો. તો બીજી તરફ દીકરી પણ રડતી રડતી પોતાના માતાપિતા પાસે પહોંચી હતી.

આ પણ વાંચોઃ-

ત્યારે માતા પિતાએ દીકરીને રડવાનું કારણ પૂછ્યું હતું. તો સાથે જ વધુ તપાસ કરતાં દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી પરિવારજનોને જાણવા મળ્યું હતું. જેના કારણે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં દીકરી સાથે દુષ્કર્મ આચરનાર રામલાલની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પણ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ નોંધાવા પામી હતી. ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી 30 વર્ષીય સંજય નામના વ્યક્તિએ દુષ્કર્મ ત્રણ ત્રણ વખત ગુજાર્યાની ફરિયાદ નોંધાવા પામી હતી. આમ, રાજકોટ શહેરમાં માત્ર ત્રણ દિવસના જ સમયગાળામાં દુષ્કર્મની બે બે ફરિયાદો નોંધાઇ છે.
Published by:ankit patel
First published:February 11, 2021, 17:49 pm

ટૉપ ન્યૂઝ