ભૂમાફિયા જયેશ પટેલના છ સાગરીત જેલ હવાલે, તમામને બે-બેની ટુકડીમાં અલગ અલગ જેલમાં રખાશે

ભૂમાફિયા જયેશ પટેલના છ સાગરીત જેલ હવાલે, તમામને બે-બેની ટુકડીમાં અલગ અલગ જેલમાં રખાશે
તમામ આરોપીને કોર્ટમાં લવાયા.

તપાસનીસ અધિકારી તરફથી આરોપીઓને બે બેની ટુકડીમાં જુદી જુદી જેલમાં રાખવામાં આવે તે પ્રકારની અરજી મૂકવામાં આવી હતી.

  • Share this:
રાજકોટ: જામનગર પોલીસ દ્વારા આજ રોજ જયેશ પટેલ (Land Grabber Jayesh Patel)ના છ સાગરીતોના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા છ આરોપીઓના વધુ રિમાન્ડની માગણી ન કરવામાં આવતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ સંભળાવ્યો હતો. સાથે જ ગઇકાલે જામનગર પોલીસ (Jamnagar Police) સમક્ષ યશપાલ જાડેજા (Yashpal Jadeja)એ આત્મસમર્પણ કરી દેતાં પોલીસે તેની પણ વિધિવત ધરપકડ કરી હતી. આ સાથે જ તેના ભાઈ જશપાલ જાડેજાનો જેલમાંથી કબજો મેળવી યશપાલની સાથે સાથે તેને પણ 20 દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે બંનેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ ગુનાની તપાસ કરી રહેલા તપાસનીસ અધિકારી દ્વારા તમામ આરોપીઓને બે બેની ટુકડીમાં જુદી જુદી જેલમાં રાખવામાં આવે તે પ્રકારની અરજી મૂકવામાં આવી હતી. જે સંદર્ભે બંને પક્ષો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. જે બાદમાં હવે તમામ આરોપીએને બે બેની ટુકડીમાં અલગ અલગ જેલમાં રાખવામાં આવશે.આ પણ વાંચો: ભચાઉ: સાત વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી

સરકારી વકીલ એસ.કે. વોરા દ્વારા તપાસનીશ અધિકારીનો પક્ષ રાખતાં નામદાર કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, હાલ બે આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થતાં જામનગરની જેલમાં બંધ છે. ત્યારે આજ રોજ વધુ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલ હવાલે કરવામાં આવનાર છે. ત્યારે જે પ્રકારે તમામ આરોપીઓ સાથે મળીને જામનગરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતાં હતા જેના કારણે જ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીકોટ (GujCTOC)ના કાયદા અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો આ તમામ આરોપીઓને એક જ જેલની અંદર રાખવામાં આવશે તો તેઓ સંભવત જે પ્રકારે જામનગરમાં સિન્ડિકેટ બની ગુનાઓ આચરતા હતા તે જ પ્રકારે જેલમાં એક સિન્ડિકેટ બનાવી કામ કરી શકે તેમ છે. જે ભવિષ્યમાં આ કેસના ટ્રાયલ સમયે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે.

બીજી તરફ બચાવ પક્ષના વકીલો દ્વારા પણ પ્રિઝનર એકટ સહિતની દલીલો કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટ તપાસ અધિકારીઓની અરજી માન્ય રાખી હતી.

આ પણ જુઓ-

આજ રોજ નામદાર કોર્ટમાં સુનાવણી સમયે જામનગરના એએસપી નિશિત પાંડેય તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસ નિનામા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ પોલીસ તપાસ ઊંડી ઊતરતી જોવા મળી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં ફરાર જયેશ પટેલને પણ જામનગર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે તેવી પૂરી શક્યતા જોવામાં આવે છે.
Published by:Vinod Zankhaliya
First published:October 29, 2020, 16:28 pm

ટૉપ ન્યૂઝ