રાજકોટ રેંજના 41 ફરાર કેદી ઝડપાયા, 38 વર્ષથી મગન, ગુરસિંગ કટારા 10 વર્ષથી હતો ફરાર

રાજકોટ રેંજના 41 ફરાર કેદી ઝડપાયા, 38 વર્ષથી મગન, ગુરસિંગ કટારા 10 વર્ષથી હતો ફરાર
રાજકોટ સેન્ટ્રલ જેલની ફાઇલ તસવીર

મગન માનાણી સૌથી જૂનો ફરાર કેદી, જે મોરબીનો વતની છે અને મહારાષ્ટ્રની યરવડા જેલમાંથી 38 વર્ષ પહેલા નાસી ગયો હતો. ખાસ અભિયાન હેઠળ રાજકોટ રેંજમાં સપાટો બોલ્યો

  • Share this:
રાજકોટ શહેર તેમજ જિલ્લા અને રાજકોટ રેન્જમાં રાજ્ય પોલીસ વડાની સૂચનાથી ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં પેરોલ ફર્લો જમ્પ, વચગાળાના જામીન પરથી ફરાર, તેમજ ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાય હતી. છેલ્લા દોઢ મહિનામાં રાજકોટ રેન્જની ટિમ દ્વારા વચગાળાનાના જામીન પરથી ફરાર 01, પેરોલ ફર્લો રજા પરથી ફરાર 02, ખૂન 02, ખૂનની કોશિશ 01, નારકોટિક્સ 01, ધાડ લૂંટ 01, પાસા વોરંટ 01 મળીને કુલ 11 આરોપીઓને ઝડપી પાડયા છે.તેમજ રાજકોટ રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં જામનગર 04, રાજકોટ ગ્રામ્ય 08, દેવભૂમિ દ્વારકા 01, મોરબી 03, સુરેન્દ્રનગર 13 અને એટીએસ 01 મળી કુલ 41 આરીપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

રાજકોટ ની મધ્યસ્થ જેલ માંથી પેરોલ રજા પરથી ફરાર ભાવનગર તેમજ રાજકોટ ગ્રામયના ખૂનના ગુનાના કેદી કે જેવોને આજીવન કેદની સજા કરવામાં આવી હોય, વચગાળાના ના જામીન પરથી ફરાર રાજકોટ શહેર અને સુરેન્દ્રનગરના ખૂનના ગુનાના આરોપી, ધ્રોલમાં થયેલા સરાજાહેર ફાયરિંગ ખૂનના આરોપી, સુરેન્દ્રનગર જિલ્લાના હીરાની લૂંટના આરોપી એક વર્ષથી નાસતા ફરતા આરોપી, દેવભૂમિ દ્વારકા ના એન્ડીપીએસ ના આરોપી, જામનગરના જયેશ પટેલની ગેંગનો સાગરીત તેમજ પાસા વોરન્ટ ઇસ્યુ થયેલ અને ફાયરિંગ ના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટ રેંજની ટીમે પકડી પાડી છે.આ પણ વાંચો :  રાણપુર : પગપાળા દર્શને જતા વૃદ્ધ દંપતીની જાત્રા 'અંતિમ યાત્રા' બની, હાઇવે પર અકસ્માત થતા મોત

આ આરોપીઓ વિરુદ્ધ કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ રેન્જના જિલ્લાની પોલીસની ટીમને પણ આરોપીઓને પકડવામા સફળતા મળી છે જેમાં 10 વર્ષથી નાસતા ફરતા જામનગર જિલ્લાના ખૂનના આરોપી ગુરસિંગ કટારા, 12 વર્ષથી લૂંટ ના ગુનામાં નાસતા ફરતા રાજકોટ જિલ્લાના આરોપી રાકેશ મેડા તેમજ મોરબી જિલ્લાના છેલ્લા 38 વર્ષથી પેરોલ રજા પરથી ફરાર મુંબઈની યેરવડા જેલમાં ખૂનની આજીવન સજા ભોગવતા આરોપી મગન મનાણી નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :  રાજ્યમાં કોરોના વાયરસના વધુ 1381 કેસ, 1383 દર્દી સાજા થયા, વધુ 11 દર્દીનો Covid-19એ ભોગ લીધો

મગન મનાણીને શોધવા માટે યેરવડા જેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે મગન મનાણી મોરબી જિલ્લાનો વતની છે અને એક ખૂન કેસમાં દેશની ખૂબ જ જાણીતી યરવડા જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, તે પેરોલ લઈને 38 વર્ષ પહેલા યરવડામાંથી નાસી ગયો હતો અને ત્યારબાદ નાસતો ફરતો હતો જોકે, નસીબ અને કાનૂની પ્રક્રિયાના કારણે 38 વર્ષ બાદ ફરી મગન મનાણી જેલના સળિયા પાછળ આવી જશે.
Published by:Jay Mishra
First published:September 29, 2020, 22:48 pm