Home /News /kutchh-saurastra /

રાજકોટઃ નવરાત્રી દરમિયાન સ્કૂલ-કોલેજોમાં મિનિ વેકેશનનો વિરોધ

રાજકોટઃ નવરાત્રી દરમિયાન સ્કૂલ-કોલેજોમાં મિનિ વેકેશનનો વિરોધ

પ્રતિકાત્મક તસવીર

    હરિન માત્રાવાડિયા, રાજકોટ

    સરકાર તરફથી રાજ્યમાં નવરાત્રી દરમિયાન સ્કૂલ કોલેજોમાં મિનિ વેકેશન આપવાના મામલે વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શહેર એવા રાજકોટથી જ મિનિ વેકેશનનો વિરોધ થવાની શરૂઆત થઈ છે.
    રાજકોટની આશરે 400 જેટલી ખાનગી શાળાના સંચાલકોએ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવીને આ મામલે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજુઆત કરવાનો નિર્ણય કર્યો છે.

    મુખ્યમંત્રીએ કહ્યું હતું મને ખબર નથી

    નોંધનીય છે કે શાળાઓમાં નવરાત્રી દરમિયાન વેકેશનની કરવામાં આવેલી જાહેરાત અંગે બે દિવસ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે આ મામલે તેમને કોઈ જાણ નથી. જ્યારે મુખ્યમંત્રી પહેલા રાજ્યકક્ષાના અને
    કેબિનેટ કક્ષાના મંત્રીઓ અનુક્રમે ડૉ. વિભાવરીબેન દવે અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી દરમિયાન મિનિ વેકેશનની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.

    વાંચોઃ "મિશન વિદ્યા" કે "મિશન નવરાત્રિ": સાહેબો, નક્કી કરો!

    વેકેશન પાછળ શું છે ગણિત?

    નવરાત્રી દરમિયાન વેકેશન આપવા પાછળ ખાસ ગણિત રહેલું છે. સરકારે આગામી 15મીથી 21મી ઓક્ટોબર દરમિયાન મિનિ વેકેશનની જાહેરાત કરી છે. આ વર્ષે 10મી ઓક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ગણિત
    અંગે વાત કરવામાં આવે તો 14મી ઓક્ટોબરે રવિવાર હોવાથી સ્કૂલ અને કોલેજોમાં રજા રહેશે. 19મીએ દશેરા હોવાથી તેની પણ રજા રહેશે. તો 20 અને 21મીના રોજ શનિ-રવિ હોવાથી રજા રહેશે. હવે બાકીના રહેલી 15થી 18
    દિવસમાં જ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ફરજ પડશે.

    સંચાલકોની રજુઆત સાંભળીશુંઃ નીતિન પટેલ

    આ બાબતે વડોદરા ખાતે મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દરરોજ અનેક નિર્ણયો લેતી હોય છે. દરેક નિર્ણયમાં પૂછવાનું નથી હોતું. સ્કૂલ સંચાલકોએ રજુઆત કરશે તો તેમને સાંભળવામાં આવશે.

    રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છેઃ અમિત ચાવડા

    નવરાત્રીમાં મિનિ વેકેશન બાબતે પોતાના પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. સરકારે આવા નિર્ણય પહેલા શાળા સંચાલકો અને વાલીઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bhupendrasinh Chudasama, Mini Vacation, Navratri, Private schools, Vibhavariben Dave, Vijay Rupani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन