Home /News /kutchh-saurastra /રાજકોટ: ILP 2020 મેચ પર સટ્ટો રમાડતા સહજાનંદ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 4 યુવકો ઝડપાયા, કેવી રીતે રમાડતા હતા સટ્ટો?

રાજકોટ: ILP 2020 મેચ પર સટ્ટો રમાડતા સહજાનંદ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 4 યુવકો ઝડપાયા, કેવી રીતે રમાડતા હતા સટ્ટો?

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી ત્રણ ફોન ટીવી સહિત 28 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી ત્રણ ફોન ટીવી સહિત 28 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

    રાજકોટઃ આઈપીએલ 2020ની (ILP 2020) સિઝન પૂર્ણ થવાને આરે છે. ત્યારે આજરોજ સાંજે 5 વાગ્યે આઈપીએલ 2020 સિઝનની પ્રથમ કવોલીફાયર મેચ રમાવવા જઈ રહી છે. જે મેચમાં પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમાંકે રહેલી મુંબઈ (mumbai) અને દ્વિતીય ક્રમાંકે રહેલી દિલ્હી કેપિટલની (Delhi Capital) ટીમ આમને સામને ટકરાશે. આ મેચમાં જે પણ ટીમ જીતશે તે સીધી જ 10 નવેમ્બરના રોજ રમાનારી ફાઇનલ મેચમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવનારી ટીમ બનશે.

    ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot crime branch) દ્વારા જુદી જુદી જગ્યાએ આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા હોય તેવા શખ્સોની ધરપકડ કરી છે. Ipl 2020 સિઝનની શરૂઆત થતાં જ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ એસોજી તેમજ સ્થાનિક પોલીસને મેચ ની આઇડી દ્વારા રમાડવામાં આવતા સટ્ટાના કાળા કારોબારનો પર્દાફાશ કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત છેલ્લા એક મહિનાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા મેચ પર સટ્ટો રમનાર આ સટોડીયાઓ ની ધરપકડ કરવામાં આવી રહી છે.

    ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ એસ. વી . સાખરાની ટીમે મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઈપીએલની મેચ પર જુદા જુદા ત્રણ ફોનમાં ટીવી મારફતે જોઈને રન ફેર સેશન અને હારજીતના સોદા લગતા લખતા બે શખ્સોની ધરપકડ કરી છે.

    આ પણ વાંચોઃ-આણંદઃ પ્રેરણા રૂપ કહાની! લકવાગ્રસ્ત પિતા માટે દત્તક પુત્રીએ છોડી શિક્ષિકાની નોકરી, શરુ કર્યો પશુપાલનનો ધંધો, કરે છે લાખોની કમાણી

    બંને શખ્સોની પુછપરછ કરતા એક વ્યક્તિએ તો બીજા શખ્શે પોતાનું નામ વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સહજાનંદ સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું.

    આ પણ વાંચોઃ-સુરતઃ 'મેં ઝેરી દવા પી લીધી છે, મારે જીવવું છે,' coronaમાં બેકાર બનેલા મેકઅપ મેનનો આપઘાત

    ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળેથી ત્રણ ફોન ટીવી સહિત 28 હજારથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો સાથે જ ઘટના સ્થળેથી નાસી છૂટેલા જયદીપસિંહ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ પુણામાં મહિલાને સીતાફળ એક લાખમાં પડ્યા, અન્ય મહિલાએ ધક્કામુકી કરી લાખ રૂપિયાની સોનાની ચેઈન સેરવી લીધી

    જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમે રામનાથ પરા શેરી નંબર 12માં રહેણાંક મકાનમાં દરોડો પાડી ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમાડતા બે વેપારી બંધુઓ ની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં બને ભાઈઓએ પોતાના નામ હરમેશ અને પ્રશાંત લાઠીગરા હોવાનું જણાવ્યું હતું.
    " isDesktop="true" id="1043067" >



    પોલીસે ઘટના સ્થળે થી બે ફોન, રોકડ સહિત 15600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પૂછપરછમાં બને ભાઈઓ ઈમિટેશન તેમજ ચાંદી કામ સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું.
    First published: