ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટમાં રીક્ષામાં પેસેન્જર તરીકે માસણોને બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે બે મહિલાઓ, રીક્ષા ચાલક સહિત ચાર લોકોને અટકાયત કરી છે. અને ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે કાજલ, મંજુ, બીરેન્દ્રર અને કિશન ચાર વ્યક્તિઓએ પારસભાઇ કૌશિકભાઇ ખુંટનાને આજીડેમ ચોકડી જવાનું હોવાથી રીક્ષામાં બેસાડ્યા હતા. તેમણે રાજમોતી મીલ પાસે નીચે ઉતારીને મંજૂ અને બીરેન્દ્ર રે પારસભાઇને પકડી રાખીને તેમની પાસેથી પાકીટ આંચકી લીધું હતું. અને પાકીટમાં રહેલા રૂ.20,000 લઇ લીધા હતા.
આ અંગે પારસભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા. અને તેમની પાસેથી લૂંટની રોકડ રકમ પણ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ રીક્ષામાં પેસેન્જર તરીકે બેસી અને બીજા માણસને પેસેન્જર તરીકે બેસે ત્યારે પાછળ બેસેલા પુરુષ ઇસમ આગળની રીક્ષા સીટમાં બેસી પેસેન્જરને પાછળની સીટમાં બેસાડી થોડે આગળ જઇ પાછળ બેસેલા પેસન્જેરને થોડા સાઇડમાં ખસો અથવા તો તમારો પગ મારા પગ ઉપર છે તેમ કહી માણસ સીટમાંથી ઉંચો કે આગોપાછો થાય ત્યારે તેના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ સેરવી લેતા હતા.
કાજલે શહેરમાં કુલ છ ગુના, મંજૂએ શહેરમાં 7 ગુના અને બીરેન્દરે એક ગુનો કર્યો હોવાનું કબુલાત કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર