રાજકોટઃ 'ખોટા ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી', પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી

રાજકોટઃ 'ખોટા ગુનામાં ફીટ કરાવી દેવાની ધમકી', પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી
પ્રતિકાત્મક તસવીર

પત્ની સોનલબેન તેમજ સાસુ શારદાબેન ભીમજીભાઇ ચૌહાણ ઘણા સમયથી તેને ત્રાસ આપી રહ્યા હતા. તો સાથે જ ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી પણ આપતા હતા.

  • Share this:
રાજકોટઃ રાજકોટ (Rajkot) જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે અજીબો ગરીબ કિસ્સો (OMG) સામે આવ્યો છે. સાસુ-વહુના ત્રાસના કારણે યુવાને ઝેરી દવા ગટગટાવી (Drink poison) હોવાનો બનાવ સામે આવ્યો છે.  સામાન્યતઃ આપણે ત્યાં વહુ ધ્વારા પોતાના સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની (Dowry case) ધારા હેઠળની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવતો હોય છે. પરંતુ ગોંડલ (Gondal) તાલુકાના ચોરડી ગામે રહેતા યુવાને પત્ની અને સાસુના ત્રાસથી ઝેરી દવા પી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ અંગે પોલીસ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ચોરડી ગામે રહેતા કિરીટ ભાઈ કાળુભાઈ સરવૈયા નામના 38 વર્ષીય કોળી યુવાને બપોરના ત્રણેક વાગ્યા આસપાસ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને ઝેરી દવા પી લીધા હોવાનું જાણ થતાં તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં ગોંડલ પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસ પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર કિરીટભાઈ એ જણાવ્યું હતું કે, તે પોતે વેલ્ડીંગ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

સંતાનમાં તેને એક દીકરો અને એક દીકરી છે. પત્ની સોનલબેન તેમજ સાસુ શારદાબેન ભીમજીભાઇ ચૌહાણ ઘણા સમયથી તેને ત્રાસ આપી રહ્યા હતા. તો સાથે જ ખોટા ગુનામાં ફીટ કરી દેવાની ધમકી પણ આપતા હતા. ત્યારે સાસુ અને પત્નીના ત્રાસથી કંટાળી જઇ યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

ત્યારે સમગ્ર મામલે ગોંડલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ આપઘાતનો પ્રયાસ કરનાર યુવક કિરીટભાઈના પત્ની તેમજ તેના સાસુનું નિવેદન નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આપણા સમાજમાં સામાન્યતઃ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે, જેમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીતા આપઘાત અથવા તો આપઘાતનો પ્રયાસ કરતી હોય છે. પરંતુ ગોંડલ તાલુકાના છોરડી ગામે તો ઊલટી ગંગા વહી સમાન કિસ્સો સામે આવ્યો છે.
Published by:ankit patel
First published:February 24, 2021, 17:11 pm

ટૉપ ન્યૂઝ