મને અહીં ફાવતું નથી, મૂંઝવણ થાય છેઃ નવા મકાનમાં રહેવા ગયેલી મહિલાનો આપઘાત

News18 Gujarati
Updated: February 17, 2019, 5:37 PM IST
મને અહીં ફાવતું નથી, મૂંઝવણ થાય છેઃ નવા મકાનમાં રહેવા ગયેલી મહિલાનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના સામાકાંઠે રણછોડવાડી-3માં રહેતી મીનાબહેન ભરતભાઇ માળીએ શનિવારે સવારે ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના બી ડિવીઝન પોલીસ મથકે નોંધાઇ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ રાજકોટના સામાકાંઠે રણછોડવાડી-3માં રહેતી મીનાબહેન ભરતભાઇ માળીએ શનિવારે સવારે ઘરે દોરી વડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના બી ડિવીઝન પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે મૃતક મીનાબહેનના પતિ ઇમિટેશન જ્વેલરીનું કામ ધરાવે છે. પહેલા આર્યનગરમાંરહેતા હતા. વીસ દિવસ પહેલા નવા મકાને રહેવા આવ્યા હતા. મહિલા પોતાને અહીં ફાવતું નથી. મુંઝારો થાય છે તેવું રટણ કર્યા રાખતી હતી.

સવારે પતિ ભરતે પત્નીને નહીં જો તા નાના પુત્રને મમ્મી ક્યાં પૂછતા તેણે મમ્મી દોર લઇ ન્હાવા ગઇ છે તેવો સહજ ભાવે જવાબ આપ્યો હતો. જેથી ભત દોડીને ઉપર જતાં પત્નીનો દેહ લટકતો હતો.

અન્ય બે બનાવમાં મડવી બાપાસિતારામ ચોક પાસે દિપ જ્યોત શે.નં4માં રહેતા નીલેષ જીવરાજભાઇ ખુંટે ઘરે ઘઉંમાં નાકવાની ટીકડીઓ ખાઇ જીવ ટૂંકાવી નાખ્યો હતો. પોલીસ તપાસમાં યુવકે એક માસ પહેલા કારખાનું ચાલું કર્યું હતું. ધંધો બરોબર ચાલતો ન હોવાથી પગલું ભર્યાનું ખુલ્યું છે.

મેહૂલનગર-9માં રહેતા રાજેશ માધવજીભાઇ વસોયા માનસિક યાતનાને કારણે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધાની ઘટના ભક્તીનગર પોલીસમાં નોંધાઇ છે.
First published: February 17, 2019, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading