Rajkok Crime News: ધર્મેશ ચુડાસમાએ તેની સાવકી દીકરી સાથે ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે જેમાં તેની ઘરમાં રાખીને સારવાર કરવામાં આવી હોવાથી તેની હાલત નાજૂક છે.
રાજકોટ: માનવજાતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં ઉપલેટાનાં સમથિયાળા પાસે પાટણવાવની આ ઘટના બની છે. ધર્મેશ ચુડાસમાએ તેની સાવકી દીકરી સાથે ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે જેમાં તેની ઘરમાં રાખીને સારવાર કરવામાં આવી હોવાથી તેની હાલત નાજૂક છે.
દીકરીની માતા અર્ચનાબેન ચુડાસમાનું કહેવું છે કે, આ તેનો સાવકો પિતા છે. મારા પહેલાં લગ્નમાં છુટાછેડા થઇ ગયા હતાં આ દીકરી મારી સાથે લગ્ન બાદ આવી હતી. જે મારા પતિને નહોતી ગમતી તેથી તે અવાર નવાર તેને મારતો હતો. અને નણદોયીએ પણ મારી દીકરીને મારી હતી તેમજ તેની સાથે અડપલા કર્યા હતાં. હાલમાં આ ત્રણ વર્ષની દીકરીની સારવાર સીવીલ હોસ્પિટલનાં ઇમર્જન્સી વોર્ડમાં ચાલુ છે.
7 ફેબ્રુઆરીનાં રોજ બાળકીને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેને કોઇ હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવી ન હતી અને તેની ઘરમાં જ સારવાર લેવામાં આવી ન હતી. પણ બાળકીની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ઘરેલુ હિંસાનાં આ કિસ્સામાં સાવકો પિતા બાળકી ઉપર હાથ ઉપાડે છે અને તેની સાથે અડપલા કરે છે. ઇજાનાં 12 દિવસ સુધી તે ઘરમાં જ સારવાર લે છે પણ બાદમાં હાલત નાજૂક થતા બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર