રાજકોટ : 31મી ડિસેમ્બર પહેલા એક જ દિવસમાં 28 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ : 31મી ડિસેમ્બર પહેલા એક જ દિવસમાં 28 લાખનો દારૂ ઝડપાયો
પોલીસે કન્ટેન્ટર ભરીને દારૂ ઝડપી પાડ્યો.

દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તેની તપાસ શરૂ, ટ્રકના રાજસ્થાની ડ્રાઇવરની ધરપકડ.

  • Share this:
રાજકોટ : થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો મોટા જથ્થામાં દારૂ ઉતારતા હોય છે. ત્યારે આખા રાજ્યમાં પોલીસ પણ અલર્ટ થઈ ગઈ છે. ત્યારે રાજકોટની આર.આર.સેલ બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી આશરે 28 લાખનું વિદેશ દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડ્યું છે.

આરઆર સેલે મળેલી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 27,78,300 રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. સાથે એક રાજસ્થાની શખ્સની પણ ધરપકડ કરી છે. પોલીસે દારૂ તેમજ કેન્ટેનર મળીને કુલ 42,79,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.થર્ટી ફર્સ્ટની નશીલી ઉજવણી કરવા અધીરા બનેલા શરાબીઓ અને તેઓને દારૂ પહોંચાડી મોઢે માંગ્યા દામ મેળવવા થનગનતા બુટલેગરો ઉપર ખાસ વૉચ રાખવા રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી આર આર સેલના સ્ટાફે બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વૉચ ગોઠવી હતી.દરમિયાન રાજસ્થાન પાસીંગનો ટ્રક RJ14GG 1547 પસાર થતા તેને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ કરતા કન્ટેનરમાંથી 603 પેટી દારૂ મળી આવ્યો હતો, આ દારૂની કિંમત 27,78,300 રૂપિયા થાય છે. આ ઉપરાંત દારૂ જેમાં લાવવામાં આવી રહ્યો હતો તે15 લાખનો ટ્રક અને બે મોબાઇલ સહિત કુલ 42,79,300નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.

પોલીસ દારૂનો જથ્થો લાવનાર ટ્રક ડ્રાઈવર આરોપી પ્રદીપ રતિલાલ પ્રજાપતિને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઇ આવી હતી. આ દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને કોણ મંગાવનાર હતું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. 
Published by:News18 Gujarati
First published:December 17, 2019, 08:57 am

ટૉપ ન્યૂઝ