રાજકોટ : નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થતાં આઠ દિવસ ચાલે એટલું પાણી વેડફાયું

એક અંદાજ પ્રમાણે 20 એમએલડી પાણી વેડફાઇ ગયું છે. એટલે કે રાજકોટને સાતથી આઠ દિવસ પાણી આપી શકાય તેટલા પાણીનો બગાડ થયો છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 3:54 PM IST
રાજકોટ : નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થતાં આઠ દિવસ ચાલે એટલું પાણી વેડફાયું
એક અંદાજ પ્રમાણે 20 એમએલડી પાણી વેડફાઇ ગયું છે. એટલે કે રાજકોટને સાતથી આઠ દિવસ પાણી આપી શકાય તેટલા પાણીનો બગાડ થયો છે.
News18 Gujarati
Updated: May 17, 2019, 3:54 PM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ: રાજકોટના ગૌરીદળ પાસેના ગામમાં નર્મદાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો બગાડ થયો છે. ગત મોડી સાંજે એટલે ગુરૂવારે સાંજે પાઇપ લાઇનમાં ભંગાણ થતા 3 હેક્ટર જેટલી જમીનમાં પાણી ફરી વળ્યાં છે. એક અંદાજ પ્રમાણે 20 એમએલડી પાણી વેડફાઇ ગયું છે. એટલે કે રાજકોટને સાતથી આઠ દિવસ પાણી આપી શકાય તેટલા પાણીનો બગાડ થયો છે. જે આસપાસના ખેતરોમાં વહી ગયું છે. આ પાણીને કારણે જમીનનું ધોવાણ થયું છે. કોબીજનું વાવેતર નષ્ટ થઇ ગયું છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

24 કલાકમાં સમારકામ થવાનો દાવો

કેનાલમાં ગાબડુ પડતા લાખો લીટર પાણી વહીં જતા પાણી પુરવઠા વિભાગ દ્વારા 24 કલાકમાં રિપેરિંગ થઇ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ દાવા વચ્ચે બપોર સુધી અધિકારીઓ ઘટનાસ્થળે પણ પહોંચ્યા ન હતાં. બીજીબાજુ રાજકોટ કોર્પોરેશનનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં અને તેમણે કહ્યું કે આ વિસ્તારનાં પાણીની મર્યાદા અમારી હદમાં નથી આવતી. જેથી નર્મદા વિભાગનાં માણસો આવશે ત્યારબાદ જ આ કાર્યવાહી આગળ વધશે.

 

'કોઇને પાણી વગર તકલીફ નહીં થાય'

આ મામલામાં રાજકોટનાં મેયર બીનાબહેન આચાર્ય સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'અમારા અધિકારીઓ અહીં આવી ગયા છે. આ ભંગાણને કારણે જે કોઇને પણ પાણી નહીં મળે તેવા લોકોને ટેન્કરથી પણ પાણી આપવામાં આવશે. કોઇને પાણી વગર તકલીફ નહીં થાય.'


ઓછામાં ઓછા 24 કલાક સુધી પાણી નહીં મળી શકે

મળતી માહિતી પ્રમાણે GWILની ટીમને ગત રાત્રે જ નર્મદાની પાઇપલાઇન તૂટી હોવાની જાણ થઇ હતી. હકીકતમાં નર્મદાની પાઇપલાઇન હડાળાથી રાજકોટ તરફ આવે છે અને તે કોઠારીયાના ગામોને પાણી પુરુ પાડે છે. એટલે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા કોઠારિયાના ગામોને પાણી ઓછામાં ઓછા 24 કલાક સુધી પાણી નહીં મળી શકે.આ મામલામાં સ્થાનિક લોકોએ આક્ષેપ મૂક્યો હતો કે, એરવાલ્વ ન મુકાતા લીકેજ થઇ રહ્યું છે. આજે રાજકોટમાં થયેલા લીકેજથી આશરે 3 વીઘા જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થઇ ગયું હતું. પાણીના વેડફાટ વિશે ખેડૂતોએ જણાવ્યું કે, શરૂઆતમાં નર્મદાના લાઇનમાં લીકેજ થતાં પાણીના મોટા ફૂવારા ઉડ્યા હતા. પાઇપમાં ભારે પ્રેશરથી પાણી આવતું હોવાથી લીકેજ વધારે મોટું બન્યું હતું.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...