નરેશ પટેલનાં જન્મ દિવસે રક્તદાન કેમ્પ; 1700 બોટલ એકત્ર થઇ 

News18 Gujarati
Updated: July 11, 2019, 1:08 PM IST
નરેશ પટેલનાં જન્મ દિવસે રક્તદાન કેમ્પ; 1700 બોટલ એકત્ર થઇ 
હજ્જારો લોકો રક્તદાન કેમ્પમાં જોડાયા.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્વયંભૂ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા

  • Share this:
રાજકોટઃ રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. રક્તનું એક બુંદ મનુષ્યનું જીવન બચાવી શકે છે. રક્ત એ અમૂલ્ય વસ્તુ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવામાં આવી.

દરેકને મુશ્કેલીના સમયમાં રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું.

મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ રક્તદાન કર્યું હતું. નરેશભાઈ પટેલના જન્મદિવસે યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓના સારા સહકારથી 1700 બોટલ રક્ત એકઠું થયું હતું.

11 જુલાઈના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના 55મા જન્મદિવસ નિમિત્તે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. નરેશભાઈ પટેલ વર્ષોથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે.

તમામ સમાજના લોકોને મદદ કરવી એ નરેશભાઈ પટેલના જીવનનો ધ્યેય છે. છેલ્લા 19 વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્ય કરી રહ્યું છે.

રક્ત એ રૂપિયા ખર્ચવા છતા સમયસર મળતું નથી ત્યારે જરૂરિયાતમંદ લોકોને રક્ત થકી નવજીવન મળે તેવા હેતુ સાથે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નરેશભાઈ પટેલના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સ્વયંભૂ રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા અને નરેશભાઈ પટેલના સેવાકીય કાર્યમાં સહભાગી થઈ ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓનો સારો સહયોગ મળતા 1700 બોટલ રક્ત એકઠું થયું હતું.
First published: July 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading