રાજકોટમાં કિશોરીનું મોત, પરિવારનો આક્ષેપ ડેન્ગ્યૂ નહીં ડૉક્ટરનાં કારણે જીવ ગયો

News18 Gujarati
Updated: December 3, 2019, 1:53 PM IST
રાજકોટમાં કિશોરીનું મોત, પરિવારનો આક્ષેપ ડેન્ગ્યૂ નહીં ડૉક્ટરનાં કારણે જીવ ગયો
ડેન્ગ્યૂ

મનિષભાઇ સરવૈયાની 16 વર્ષની દીકરી ક્રિષ્નાને થોડા દિવસથી તાવ આવી રહ્યો હતો

  • Share this:
રાજકોટ : શહેરમાં 16 વર્ષની કિશોરીનું ડેન્ગ્યૂને કારણે મોત નીપજ્યું છે. તેની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મૃતક કિશોરીનાં પરિવારનો આક્ષેપ છે કે, તેમની દીકરીનું મોત ડેન્ગ્યૂને કારણે નહીં પરંતુ ડૉક્ટકને કારણે થયું છે. ડૉક્ટરે દીકરીને બે ઇન્જેક્શન આપ્યાં હતાં તે પછી જઆ બેભાન થઇ ગઇ હતી. જેની થોડીવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. પરિવારે ડૉક્ટર પર આક્ષેપ કરતા મૃતકનાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

શહેરનાં ઘંટેશ્વર મહાદેવ પાર્કમાં રહેતા મનિષભાઇ સરવૈયાની 16 વર્ષની દીકરી ક્રિષ્નાને થોડા દિવસથી તાવ આવી રહ્યો હતો. જેથી તેણીને ગુંદાવાડી પદ્મકુંવરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેના બ્લ્ડ રિપોર્ટ કરાવવામાં આવ્યાં હતાં. જેમાં ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. પરંતુ થોડા જ કલાકોમાં કિશોરીનું મોત નીપજ્યું હતું. જે બાદ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. પરિવારે આક્ષેપ કરતા કહ્યું હતું કે તેમની દીકરીનું મોત ડૉક્ટરની બેદરકારીને કારણે થયું છે.

આ પણ વાંચો : ત્રીજા માળેથી અઢી વર્ષનું બાળક નીચે પટકાયું, જુઓ ચમત્કારિક બચાવનો video

આ કિશોરી ધોરણ 10માં ભણતી હતી. તેને અન્ય નાના ભાઇ અને બહેન પણ છે. તેના પિતા છૂટક ફેરીની નોકરી કરે છે.

આ પણ વાંચો : રાજકોટ પોલીસ એક્શનમાં, દારૂની ભઠ્ઠીઓ અને બૂટલેગરોનાં ઘરોમાં દરોડા

આ વીડિયો પણ જુઓ : 
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading