નાણાપંચની ટીમ રાજકોટની મુલાકાત લેશે: મહત્વના પ્રોજેક્ટ્સની વિગતો મેળવશે

News18 Gujarati
Updated: July 17, 2018, 3:18 PM IST
નાણાપંચની ટીમ રાજકોટની મુલાકાત લેશે: મહત્વના પ્રોજેક્ટ્સની વિગતો મેળવશે
નાણાંમંત્રી અરુણ જેટલી સાથે નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંઘ

  • Share this:
ભારત સરકારના 15માં નાણાં પંચની ટીમ આગામી 25 જુલાઇના રોજ રાજકોટની મુલાકાત લેશે. નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંઘ, ઉપરાંત સદસ્યો શક્તિકાંત દાસ, ડો. અનૂપસિંઘ, ડો. અશોક લહીરી અને ડો. રમેશ ચંદ, તેમજ નાણાં પંચના સેક્રેટરી અરવિંદ મેહતા 22 જુલાઇથી ૨૫ જુલાઇ દરમ્યાન ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. આ ગુજરાત વિઝિટ દરમ્યાન નાણાં પંચે રાજકોટની પણ મુલાકાત લઇ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટની રૂબરૂ માહિતી મેળવવાનો નિર્ણય કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, ભારતનું નાણાં પંચ દેશના બંધારણની જોગવાઈ અનુસાર તેને પ્રાપ્ત થયેલ સત્તાની રૂએ તમામ રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ટેક્સની આવકની વહેંચણી, ઉપરાંત ગ્રાન્ટ – ઇન – એઇડ, તેમજ રાજ્યોની પંચાયતો અને મ્યુનિસિપાલિટીનના સંસાધનોની વૃદ્ધિ માટે જે તે રાજ્યને વધારાની ગ્રાન્ટ આપવાની કેન્દ્ર સરકારને ભલામણો કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ફ્લેગશિપ સ્કીમ્સ, ડિઝાસ્ટરનો પ્રતિકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ગ્રોથ માટેના લક્ષ્યાંકો, અને ખર્ચની ગુણવત્તાનું મૂલ્યાંકનના આધાર પર રાજ્યને પરફોર્મન્સ બેઝ્ડ ઇન્સેન્ટિવ માટે પણ ભલામણ કરે છે.”

બંછાનિધિ પાનીએ નાણાં પંચની ટીમ રાજકોટ મુલાકાત વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, ૨૫ જુલાઇના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે નાણાં પંચની ટીમ આજી-૧ જળાશયની મુલાકાત લેશે. ગુજરાત સરકાર દ્વારા "સૌની યોજના" હેઠળ નર્મદાના નીર આજી-૧ ડેમમાં પહોંચાડી રાજકોટ શહેરની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ કર્યો છે. નાણાં પંચની ટીમ આજી-૧ ની મુલાકાત દરમ્યાન આ પ્રોજેક્ટની માહિતી પ્રાપ્ત કરશે. ત્યારબાદ આ ટીમ ૧૨.૦૦ વાગ્યે સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટ "રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ" (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટ)ના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે જશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અને ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ સાથેની અન્ય આવાસ યોજનાની મુલાકાત લઇ તેના વિશે જાણકારી પ્રાપ્ત કરશે. સાથોસાથ રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, બી.આર.ટી.એસ. કોરીડોર સહિતના પ્રોજેક્ટની પ્રગતિ નીહાળી તેના વિશે માહિતી મેળવશે”.
First published: July 17, 2018, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading