રાજકોટમાં ડેન્ગ્યૂથી 14 વર્ષનાં કિશોરનું મોત નીપજ્યું

News18 Gujarati
Updated: November 11, 2019, 1:36 PM IST
રાજકોટમાં ડેન્ગ્યૂથી 14 વર્ષનાં કિશોરનું મોત નીપજ્યું
ડોક્ટરોનું કહેવું છે કે યૌન સંપર્ક દ્વારા ડેન્ગ્યૂ વાયરસ થવાનો આ પહેલો કેસ છે. તમને જણાવી દઇએ કે મૈડ્રિડના એક 41 વર્ષીય પુરુષને તેના એક પુરુષ સાથી સાથે યૌન સંબંધ બનાવ્યા પછી ડેન્ગ્યૂ થયો હતો. આ પુરુષ સાથીને ક્યૂબા યાત્રા દરમિયાન ડેન્ગ્યૂ વાયરસ થયો હતો.

રાજકોટમાં ડેન્ગ્યૂનો ભરડો ભયજનક રીતે વધી રહ્યો છે.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ : રાજકોટમાં (Rajkot) કોઠારિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષનાં કિશોર ઇમરાન મુંગલનું ડેન્ગ્યૂનાં (Dengue) કારણે મોત નીપજ્યું છે. આ સાથે ડેન્ગ્યૂથી થયેલી મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો ભયજનક રીતે વધી રહ્યો છે.

બે દિવસ પહેલા પણ એક કિશોરનું મોત થયું હતું

બે દિવસ પહેલા દોશી હૉસ્પિટલમાં 16 વર્ષનાં એક તરૂણનું મોત થયું હતું. ત્યારે લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે રાજકોટમાં ડેન્ગ્યૂની મનપાની આરોગ્ય અને મલેરિયા શાખાને ખબર ન હોય તેમ તેઓ કોઇ પગલાં જ નથી લેતાં.

આ પણ વાંચો : સમલૈંગિક યૌન સંબંધથી ડેન્‍ગ્યૂ થયો! સામે આવ્યો દુનિયાનો આવો પહેલો કેસ

મળતી માહિતી પ્રમાણે ડેન્ગ્યૂની બીમારીએ આ વર્ષે માઝા મૂકી છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ 2019માં ડેન્ગ્યુના સૌથી વધુ 3345 કેસ નોંધાયા છે. વર્ષ દરમિયાન ડેન્ગ્યુથી 10 લોકોના મોત પણ થયા છે. તેમાં પણ બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે છે. 2018માં ડેન્ગ્યુથી 4 લોકો મૃત્યુ પામ્યા હતા. ડેન્ગ્યૂ સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વરસાદી વાતાવરણમાં વધુ વકરે છે. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે આ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ગુજરાતનાં છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો હતો. એ જ રીતે ડેન્ગ્યૂના કેસમાં પણ 3 ગણો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : ડેન્ગ્યૂને ડામવાનો 'એક્શન પ્લાન', વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીનાં પાઠ
First published: November 11, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading