રાજકોટઃ પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષની કિશોરી સાથે 11 મહિના સુધી દુષ્કર્મ

ફરિયાદી કિશોરી અને આરોપી યુવક પાડોશી હોવાથી એકબીજાના ઘરે આવતા જતા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ.

News18 Gujarati
Updated: November 28, 2018, 11:27 AM IST
રાજકોટઃ પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષની કિશોરી સાથે 11 મહિના સુધી દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: November 28, 2018, 11:27 AM IST
હરિન માત્રાવડિયા, રાજકોટ

રાજકોટઃ રાજકોટમાં સગીરા પર દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ મામલે નાના મવા ખાતે રહેતા અમિત મકવાણા નામના યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં સગીરાના મેડિકલ ચેકઅપ તેમજ આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે અમિત મકવાણાએ લગ્નની લાલચ આપીને સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી હતી. જેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે તે સગીરાની ઉંમર 14 વર્ષ છે.

પ્રેમજાળમાં ફસાવ્યા બાદ દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી પ્રમાણે અમિત મકવાણાએ 14 વર્ષની કિશોરીને પહેલા પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં 11 મહિના સુધી કિશોરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ પ્રમાણે કિશોરી પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજાના ઘરમાં કામ કરતી હતો. તેના પાડોશમાં રહેતા અમિતે તેને પ્રેમજાળમાં ફસાવી હતી. અમિત પરિણીત છે. જોકે, તેની પત્ની તેની સાથે રહેતી નથી.

આ પણ વાંચોઃ લીવ-ઇન પાર્ટનરની હત્યા બાદ યુવકનો આપઘાત, મરતા પહેલા ઘરની દીવાલ રંગી નાખી!

આરોપી અને ફરિયાદી કિશોરી બંને એકબીજાના ઘરે આવતા જતાં હતા. આ દરમિયાન ગત વર્ષે 14મી જાન્યુઆરીના રોજ આરોપીએ કિશોરીને પોતાના ઘરે બોલાવી હતી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ બનાવ બાદ અમિત સમયાંતરે કિશોરી પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો અને આ વાત કોઈને કહેશે તો જીવથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. બે દિવસ પૂર્વ આરોપી યુવક કિશોરીને ધમકાવી રહ્યો હતો ત્યારે પરિવારને આ અંગેની જાણ થઈ હતી અને અમિતના દુષ્કૃત્ય અંગે જાણ થઈ હતી. આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદઃ મેનેજર યુવતી ઉપર સ્પા માલિકનું દુષ્કર્મ, ગ્રાહકો સાથે સંબંધ બાંધવા કરતો આગ્રહ
First published: November 28, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...