રાજકોટમાં 14 વર્ષનાં કિશોરનું તાવ આવતા 24 કલાકમાં મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું

રાજકોટમાં (Rajkot) બાળકને તાવ આવ્યાના માત્ર 24 કલાકમાં મોતને ભેટતા કારણ જાણવા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

News18 Gujarati
Updated: September 12, 2019, 9:22 AM IST
રાજકોટમાં 14 વર્ષનાં કિશોરનું તાવ આવતા 24 કલાકમાં મોત, આરોગ્ય તંત્ર દોડતું થયું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 12, 2019, 9:22 AM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટના સરધાર ગામે 14 વર્ષના બાળકનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકને તાવ આવ્યાના માત્ર 24 કલાકમાં મોતને ભેટતા કારણ જાણવા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સરધારમાં રહેતા 14 વર્ષનાં રાહુલને 8મીએ તાવ આવ્યો હતો. તાવ વધી જતા તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે બીજા જ દિવસે તેને આંચકી ઉપડી જતાં મોત નીપજ્યું હતું. આરોગ્ય વિભાગે ડેન્ગ્યુ અને મલેરિયાના રિપોર્ટ કર્યા હતા જે નેગેટિવ આવ્યાં હતા. કોંગોની અસરો પણ દેખાઈ ન હતી આમ છતાં બાળકનું 24 કલાકમાં જ મોત નીપજતાં મેડિકલ કોલેજને જાણ કરાઈ હતી. આને કારણે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હતું.

આ પણ વાંચો : Single use Plastic પર પ્રતિબંધનો કડક અમલ કરવા રાજકોટ મનપાએ ઘડ્યો પ્લાન

આ અંગે જિલ્લા મલેરિયા અધિકારી ડો. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કિશોરનાં મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે મૃતકના ઘરે અને આસપાસના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગોના સર્વેલન્સ અને બીજી કાર્યવાહી કરાઈ રહી છે.
First published: September 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...