ઉપલેટાઃ વિશ્વમાં સૌથી મોટી ઉંમરના127 વર્ષીય અજીબેન ચંદ્રવાડીયાનું નિધન

News18 Gujarati
Updated: December 13, 2018, 3:16 PM IST
ઉપલેટાઃ વિશ્વમાં સૌથી મોટી ઉંમરના127 વર્ષીય અજીબેન ચંદ્રવાડીયાનું નિધન
અજીબેન (ફાઇલ ફોટો)

127 વર્ષની ઉંમર ધરાવતા અજીમાએ ક્યારેય દવાખાનું જોયું નહોતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: રાજકોટ તાલુકાના ઉપલેટાનાં કૈલાશનગરમાં રહેતાં વિશ્વના સૌથી મોટી ઉંમરવાળા અજીબેન ચંદ્રવાડીયાનું શનિવારના રોજ અવસાન થયું હતું. અજીબેન ગત વિધાનસભા ચૂંટણીમાં વિશ્વના સૌથી મોટી ઉંમરનાં મતદાર તરીકેની યાદીમાં સામેલ હતાં.

127 વર્ષની ઉંમરના આ માજીને ચૂંટણી વખતે તે સમયના જિલ્લા કલેક્ટર ડો.વિક્રંતા પાંડેએ માજીને મતદાન મથકે લઈ આવવા માટે ખાસ વ્યવસ્થા કરી આપી હતી. 127 વર્ષની ઉંમરે પણ તેઓ ઘરનું કામ કરતા હતા.

127 વર્ષની ઉંમર ધરાવતા અજીમાએ ક્યારેય દવાખાનું જોયું નહોતું. પુત્રો, પુત્રીઓ, પૌત્રો અને પૌત્રીઓ મળી ચોથી પેઢી જોનારા અજીબેનનો 65 સભ્યોનો પરિવાર છે.

Ajiben, Oldest Lady
અજીબેનનું ચૂંટણી કાર્ડ


અજીમાને તેમના જન્મ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, છપ્પનીયા દુષ્કાળ વખતે હું 8-12 વર્ષની હતી. વિક્રમ સંવંત 1956થી અત્યારના 2074 સુધીની ગણતરી કરતા અજીમા સહેજે સવાસો વર્ષનું આયખું વટાવી ચૂક્યા હતા. પોતાના બાળપણમાં જ 56નો દુષ્કાળની પીડા વેઠી ચૂકેલા અજીમાને એ કારમાં દિવસો પણ યાદ હતા. પરંતુ દુષ્કાળના દિવસો અંગે પેટભરીને વાતો કરતા હતા. દુષ્કાળના દિવસોમાં પાણીની વ્યવસ્થા, ભોજન અને કામની બાબતો અંગે પણ બખૂબી જણાવતા હતા.
First published: December 13, 2018, 3:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading