Home /News /kutchh-saurastra /

રાજકોટનમાં 11 વર્ષની રેપ પીડિતાએ આપ્યો બાળકીને જન્મ

રાજકોટનમાં 11 વર્ષની રેપ પીડિતાએ આપ્યો બાળકીને જન્મ

    ગુજરાતના રાજકોટમાં છ લોકો દ્વારા બળાત્કારની શિકાર બનેલ 11 વર્ષની છોકરીએ શનિવારે એક સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે.

    પોલીસે જણાવ્યું છે કે ચાર આરોપીઓની પહેલા જ ધરપકડ કરી લીધી હતી અને બાકીના બે આરોપીઓની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી.

    પીડિતાની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે નાનજી જાવિયા (67 વર્ષ) અને અરવિંદ કુબાવત (60 વર્ષ)ને 13 માર્ચના રોજ ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે વિપુલ ચાવદા (40 વર્ષ) અને ગોવિંદ સકારિયા (61 વર્ષ)ને શનિવારે પકડી પાડવામાં આવ્યાં હતાં.

    આ બળાત્કારને કારણે આઠ મહિનાની ગર્ભવતી થયેલ આ છોકરીએ એક બાળકીને જન્મ આપ્યો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે હાલ આ બાળકીની હાલત સ્થિર છે. નવજાત બાળકીને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી જેના કારણે તેને બાળકોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુનો

    આગામી સમાચાર