Home /News /kutchh-saurastra /

રાજકોટઃપ્રથમ તબક્કાના ચૂંટણી-મતદાનમાં પોલીસ-BSF સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો

રાજકોટઃપ્રથમ તબક્કાના ચૂંટણી-મતદાનમાં પોલીસ-BSF સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો

મતદાનના દિવસે સુરક્ષા-વ્યવસ્થાને લઈને પણ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ સહિત બીએસએફ, પેરામિલ્ટ્રી ફોર્સ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

મતદાનના દિવસે સુરક્ષા-વ્યવસ્થાને લઈને પણ પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ સહિત બીએસએફ, પેરામિલ્ટ્રી ફોર્સ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટઃ આવતીકાલે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજનાનું છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાનાં કુલ 2142 મતદાન મથકો પર મતદાન માટે કલેકટર તંત્ર અને પોલીસતંત્ર સજ્જ થઇ ચૂક્યાં છે. રાજકોટમાં આજે અલગ અલગ જગ્યાઓ પરથી વિધાનસભા બેઠક મુજબના દરેક બૂથદીઠ 6 કર્મચારી મળી કુલ 10000નો ચૂંટણી સ્ટાફ બસ મારફત રવાના કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લાની કુલ આઠ બેઠકો પર ચૂંટણી સ્ટાફને ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે કુલ આઠ સેન્ટરો ઊભાં કરવામાં આવ્યાં છે. બીજી તરફ, મતદાનના દિવસે સુરક્ષા-વ્યવસ્થાને લઈને પણ પૂરતી તૈયારીઓ કરી દેવામાં
આવી છે. રાજકોટ પોલીસ સહિત બીએસએફ, પેરામિલ્ટ્રી ફોર્સ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ વિધાનસભા 69 બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન ચૂંટણી લડી રહ્યા છે જેથી આ બેઠક હાઈપ્રોફાઈલ માનવામાં આવે છે, જેને લઈ અહીં કોઈપણ અનિચ્નીય બનાવ ન બને એની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
First published:

Tags: Assembly Election2017, ગુજરાત, રાજકોટ

આગામી સમાચાર