જૂનાગઢ: તંત્રનો વિરોધ કરવા જનતાએ લીધો ગધેડાનો સહારો, શું છે મામલો? જાણો

H
Updated: January 1, 1970, 5:30 AM IST
જૂનાગઢ: તંત્રનો વિરોધ કરવા જનતાએ લીધો ગધેડાનો સહારો, શું છે મામલો? જાણો
જૂનાગઢમાં તંત્ર સામે રોષ વ્યક્ત કરવા માટે જનતાએ ગધેડાનો સહારો લીધો છે. પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને પગલે લોકોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. આ માટે સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગધેડા સાથે પોસ્ટર લગાવી નગરમાં ફરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
જૂનાગઢ #જૂનાગઢમાં તંત્ર સામે રોષ વ્યક્ત કરવા માટે જનતાએ ગધેડાનો સહારો લીધો છે. પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને પગલે લોકોમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે. આ માટે સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગધેડા સાથે પોસ્ટર લગાવી નગરમાં ફરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંતગર્ત ગરીબોના ઝૂંપડાં હટાવાતાં લોકોમાં ભારે આક્રોશ પ્રસરી રહ્યો છે. સામાજિક સંસ્થાઓએ ગરીબોને ન્યાય આપવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહાનગરપાલિકા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા વિવિધ પોસ્ટરો ગધેડા પર લટકાવી નગરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. તંત્રની કામગીરીથી રોષે ભરાયેલા લોકોએ મહાનગરપાલિકા કમિશ્નર અને ભાજપ સરકાર સામે પણ વિરોધના સુત્રોચ્ચાર કર્યા હતા.
First published: March 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर