Home /News /kutchh-saurastra /પોરબંદર: ડ્રગ્સ ડે નિમિત્તે ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન

પોરબંદર: ડ્રગ્સ ડે નિમિત્તે ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન

યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે હેતુથી ભારતીય કોસ્ટગાર્ડ રેલી યોજાઈ.

યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે હેતુથી ભારતીય કોસ્ટગાર્ડ રેલી યોજાઈ.

    પ્રતીશ શિલુ, પોરબંદર: આજે સમગ્ર વિશ્વમાં ડ્રગ્સ ડે ની ઉજવણી થઇ રહી છે. ત્યારે પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું. 26 જુનને ડ્રગ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

    વિશ્વ ડ્રગ દિવસને લઈને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરવામા આવ્યું. પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટર દ્વારા હેડક્વાર્ટરથી લઈને પોરબંદરની ચોપાટી સુધી રેલી યોજાઇ હતી અને આ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઈજી દ્વારા ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

    ડ્રગ્સ વિરોધી બેનેરો સાથે નિકળેલી આ રેલીમાં કોસ્ટગાર્ડના ડીઆઈજી સહીતના અનેક અધિકારીઓ તેમજ જવાનો મોટી સંખ્યામાં જોડાયા.



    આ રેલી શહેરના રાજમાર્ગો પર બેનરો સાથે નીકળી હતી જેમા કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામા જોડાયા હતા.\



    જો કે ડ્રગ ઉપર બનેલી ફિલ્મ ઉડતા પંજાબે પણ આજની યુવા પેઢીની દશા બતાવી હતી. કેવી રીતે પાકિસ્તાનથી ડ્રગ્સ ભારતમાં આવે છે અને લોકો રૂપિયા કમાય છે. તે ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે કે જો કોઇ સુધારવાનો પ્રયત્ન કરે તો તેમની પણ કારપીણ હત્યા કરી દેવામાં આવે છે.
    First published: