પોરબંદર : તંત્ર ઊંઘતું ઝડપાયું, ચોપાટી પર ભીડ જામી, જાહેરનામાનો ભંગ

News18 Gujarati
Updated: June 12, 2019, 12:34 PM IST
પોરબંદર : તંત્ર ઊંઘતું ઝડપાયું, ચોપાટી પર ભીડ જામી, જાહેરનામાનો ભંગ
ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટ બાદ તંત્રએ ચોપાટી પરથી લોકોને હટાવ્યા હતા.

પોરબંદરના નીચાણવાળા વિસ્તારોના રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ

  • Share this:
વિભુ પટેલ/પ્રાતિશ શિલુ, પોરબંદર : વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યા બાદ દરિયાકિનારા ધરાવતાં જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. પોરબંદર જિલ્લામાં પણ હાઈએલર્ટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન બુધવાર સવારે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું નોંધાયું છે. પોરબંદર વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

પોરબંદર ચોપાટી પર સુરક્ષા વ્યવસ્થા જોવા મળી ન હતી. વહીવટી તંત્રે 5 દિવસ માટે ચોપાટી પર જવાનો પ્રતિબંધ મૂક્યો હોવા છતાંય લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રમાં હરકતમાં આવ્યું હતું અને ચોપાટીથી લોકોને બહાર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો, 'વાયુ' ટકરાયા પહેલા ગુજરાતમાં વીજળી અને ઝાડ પડતા છ લોકોનાં મોત

આ ઉપરાંત, પોરબંદરમાં વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. પોરબંદરની હોટલોમાં રોકાયેલા તમામ ટુરિસ્ટને બુધવાર સવારે હોટલ છોડવા અપીલ કરવામાં આવી છે. હોટલ માલિકોને પણ નવા આવનારા ટુરિસ્ટોને રૂમ નહીં ફાળવવા કરી અપીલ કરવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ આ પગલાં લીધા છે.

પોરબંદરમાં વહીવટી તંત્રે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. ખડપીઠ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સમજાવાઈ રહ્યા છે. બુધવાર સવારથી નગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ નીચાણવાળા વિસ્તારમાં ફરી રહ્યા છે. નજીકની શાળા સહિતની તંત્ર દ્વારા ઊભી કરાયેલ સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો, અમદાવાદમાં વરસાદી છાંટા, રાજ્યમાં 24 કલાકમાં છ જિલ્લામાં વરસાદ
First published: June 12, 2019, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading