Home /News /kutchh-saurastra /વાયુ વાવાઝોડુંઃ કુછડીમાં પારો તૂટ્યો, લાંગરેલી 20થી વધુ હોડીઓ તણાઇ

વાયુ વાવાઝોડુંઃ કુછડીમાં પારો તૂટ્યો, લાંગરેલી 20થી વધુ હોડીઓ તણાઇ

દરિયા કિનારાનો પાળો તૂટ્યો

વાયુ વાવાઝોડાના આગમના પગલે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના પગલે મોજાઓ ઉછળી રહ્યા છે.

પ્રતિશ શિલુ, પોરબંદરનઃ વાયુ વાવાઝોડાના આગમના પગલે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેના પગલે મોજાઓ ઉછળી રહ્યા છે. પોરબંદરના કુછડીના દરિયા કિનારે બનાવેલો પારો તૂટ્યો હતો. જેના કારણેદરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસવા લાગ્યું હતું. તો બીજી તરફ બંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20 નાની હોડીઓ દરિયચામાં તણાઇ હોવાની આશંકા સેવાઇ રહી છે.

મળતી માહિતી પ્રમાણે પોરબંદરમાં વાવાઝોડાના આગમન પૂર્વે દરિયો તોફાની બન્યો છે. પોરંબદરના કુછડીના દરિયા કરનારાનો પારો તૂટ્યો હતો. પારો તૂટતા દરિયાનું પાણી સીમ વિસ્તારમાં ઘૂસ્યું હતું.

દરિયાઇ વિસ્તારમાં રેતીની ખનિજચોરીના કારણે પારો તૂટ્યો હોવાનું માનવામાં આવે છે. જો દરિયો વધારે તોફાની બનશે તો મોટા પ્રમાણમાં પાણી ફરી વળવાની શક્યાતા સેવાઇ રહી છે.

વધુ મળતી માહિતી પ્રમાણે પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંગરેલી 20થી વધુ નાની હોડીઓ દરિયામાં તણાઇ હોાવની આશંકા છે. બંદર ઉપર માછીમારો પોતાની હોડીઓને સલામત સ્થળે ખસેડવા માટે જહેમ કરી રહ્યા છે.
First published: