કચ્છ તરફ પહોંચશે 'વાયુ' વાવાઝોડું, તંત્રની ચાપતી નજર

News18 Gujarati
Updated: June 17, 2019, 9:09 PM IST
કચ્છ તરફ પહોંચશે 'વાયુ' વાવાઝોડું, તંત્રની ચાપતી નજર
વાયુ વાવાઝોડાને પગલે જ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ વરસદાની ભારે આગાહી

વાયુ વાવાઝોડાને પગલે જ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ વરસદાની ભારે આગાહી

  • Share this:
પ્રતિશ શિલુ- પોરબંદર, હિતેન્દ્ર બારોટ-ગાંધીનગર અને મેહુલ માળીનો કચ્છથી રિપોર્ટ:  કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયુ છે. વાયુ વાવાઝોડાને કચ્છ તરફ આવતા હજુ પાંચથી છ કલાકનો સમય લાગશે. જ્યારે તે કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જોકે આની ચિંતા કચ્છ કે તેની આસપાસના લોકોએ કરવી નહીં કારણ કે વહીવટીતંત્ર સતત ચાંપતી નજર રાખી રહ્યું છે કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે.

NDRFની ટીમ તૈનાત
વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર અલર્ટ થઇ ગયુ છે. રાજ્યમા કુલ 24 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં કચ્છમાં 5ટીમ પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં બે બે ટીમો તૈનાત રાખવામાં આવી છે. જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા NDRFની એક એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે બે ટીમો સ્ટેંડ બાય રાખવામાં આવી છે.
googletag.cmd.push(function () { googletag.display("/1039154/NW18_GUJ_Desktop/NW18_GUJ_GUJARAT/NW18_GUJ_GUJARAT_AS/NW18_GUJ_GUJ_AS_ROS_BTF_728"); });

તમામ બંદર અને બિચ પર 3 નંબરનું સિગ્નલ
દરિયામાં સક્રિય વાયુ વાવાઝોડુ 5-6 ક્લાકમાં ભૂજ પહોંચે તેવી હવામાન ખાતાની આગાહી છે. હાલમાં ભૂજમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કંડલા, મુન્દ્રા, માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથેજ કચ્છમાં NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

પોરબંદરનાં બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ

પોરબંદર બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ્રેશનના કારણે લગાવાયુ સીગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

રો- રો ફેરી બંધ
વેરાવળ નજીક પણ 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.  તેમજ બિચથી પ્રવાસીઓ અને રહેવાસીઓને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. દરિયામાં કરંટને પગલે રો રો ફેરી બંધ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો-કચ્છમાં વરસાદ શરૂ, સાંજ સુધીમાં 'વાયુ' ટકરાવવાની સંભાવના

વરસાદની આગાહી
વાયુ વાવાઝોડાને પગલે જ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં પણ વરસદાની ભારે આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ છે.

વાયુ વાવાઝોડામાં પવનની ગતિ
હાલમાં વાયુવાવાઝોડાને કરાણે કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ 60થી 70 કિમી પ્રતિ કલાકની રહેશે.

આ પણ વાંચો-કચ્છ: 'વાયુ' વાવાઝોડાંને લઈને તંત્ર સજ્જ, દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ

વાયુ વાવાઝોડુ લખપત-માંડવી વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. આ આખી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં કચ્છમાં તંત્ર ખાસ એલર્ટ મોડમાં છે. હાલમાં કચ્છમાં માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. હવામાન ખાતાની માહિતી મુજબ, વાવાઝોડાની ગતિ ધીમી પડી જશે પરંતુ તેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હાલમાં માંડવીના દરમિયામાં ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે
First published: June 17, 2019, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading